ઈરાનના ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા બાદથી આખી દુનિયા ડરેલી છે. ક્યાંક જંગ સમગ્ર મિડલ ઈસ્ટને પોતાની ઝપેટમાં ન લઈ લે. લોકોનો ડર સાચો સાબિત થઈ શકે છે. જીવિત નાસ્ત્રેડેમસ તરીકે જાણીતા અને દુનિયાના સૌથી મોટા  ભવિષ્યવક્તામાંથી એક એવા એથોસ સેલોમે ભવિષ્યવાણી કરી છે કે સમગ્ર મધ્ય એશિયા યુદ્ધની આગમાં હોમાઈ જશે. આ બધુ 2024માં જ થશે. બ્રાઝીલના ભવિષ્યવક્તાએ ચેતવણી આપી છે કે "સૌથી ખરાબ સમય હજુ આવવાનો બાકી છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાયુદ્ધના  ભણકારા
સેલોમનું કહેવું છે કે મિસાઈલોના હાલના હુમલાઓ વિશે તેમની ભવિષ્યવાણી 1 એપ્રિલ 2024ના રોજ કરવામાં આવી હતી. જ્યારે સીરિયામાં ઈરાની દૂતાવાસ પર એક સંદિગ્ધ ઈઝરાયેલી હુમલામાં સાત લોકો માર્યા ગયા હતા. લગભગ બે સપ્તાહ બાદ ઈરાને 13 એપ્રિલના રોજ જવાબી કાર્યવાહીમાં સેંકડો ડ્રોન અને મિસાઈલોથી ઈઝરાયેલ પર હુમલો કર્યો. મધ્ય પૂર્વમાં તણાવ સંભવિત રીતે વિશ્વ વ્યાપી યુદ્ધમાં ફેરવાઈ શકે છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલમાં સ્થિતિ હાલમાં તણાવપૂર્ણ અને જટિલ છે. જેમાં હિંસા અને ટકરાવનું ચક્ર છે અને ઐતિહાસિક, રાજનીતિક અને ધાર્મિક મુદ્દાઓમાં ઊંડે ઊંડે જડેલી છે.


મોટી ભવિષ્યવાણી
મહારાણીનું મૃત્યુ, કોરોનાવાયરસ અને એલન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદીના પોતાના દાવાઓ ઉપરાંત એથોસ સેલોમે હવે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર ઘાતક પ્રહાર કરવાની ઘટનાને પોતાની સાચી ઠરેલી ભવિષ્યવાણીઓમાંથી એક ગણે છે. ભવિષ્યવાણી કરીને સતત સાહસિક દાવા કરવાની પોતાની ક્ષમતાના દમ પર એથોસ સેલોમે લિવિંગ નાસ્ત્રેડેમસનું ઉપનામ મેળવ્યું છે. લિવિંગ નાસ્ત્રાડેમસ કહે છે કે તેમણે આ વર્ષે મધ્ય પૂર્વમાં ભયાનક સંધર્ષ છેડાશે તેવી ભવિષ્યવાણી કરી હતી. 


યુદ્ધ અટકી શકે છે
હંમેશાની જેમ તેમણે એ વાત પર ભાર મૂક્યો કે તેમના પૂર્વાનુમાન સંભાવનાઓ છે, નિશ્ચિત નથી. તેમણે આગળ કહ્યું કે, પૂર્વાનુમાન પથ્થરની લકીર હોતી નથી પરંતુ સંભવિત પરિણામ હોય છે જેને બદલી શકાય છે. આપણું ધ્યાન સમાધાન અને સંધર્ષોને રોકવા પર હોવું જોઈએ. 


એથોસે વધુમાં કહ્યું કે, રણનીતિઓ અને ઘટનાઓની ગણતરી 13 મહિનાના ચંદ્ર કેલેન્ડરના આધારે સાવધાનીપૂર્વક કરાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આપત્તિ અથવા ત્રીજા વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિને ટાળવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ અને ચાલુ સંવાદ ચાવીરૂપ છે. સેલોમે લોકોને મનોવૈજ્ઞાનિક મદદ લેવાની પણ સલાહ આપી.  ખાસ કરીને સમસ્યાઓ અને સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરતા બચવા માટે.