પહેલા હમાસનો સંપૂર્ણ નાશ કરીશું... પછી ગાઝામાં લાગું થશે `નવુ શાસન` ઈઝરાયલે તેના ઈરાદા જાહેર કર્યા
સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે જણાવ્યું હતું કે ઇઝરાયેલને હમાસ સાથેના તેના યુદ્ધમાં ત્રણ તબક્કાની અપેક્ષા છે. તેનો ઉદ્દેશ્ય હમાસને તેની સરકાર અને સૈન્ય ક્ષમતાઓનો સંપૂર્ણ નાશ કરવાનો છે.
તેલ અવીવઃ ઇઝરાયલે એકવાર ફરી ગાઝા પટ્ટીના તે વિસ્તારને નિશાન બનાવી બોમ્બવર્ષા કરી, જ્યાં પેલેસ્ટાઈન નાગરિકોને શરણ લેવા માટે કહેવામાં આવ્યું હતું. આ સિવાય ઇઝરાયલની સેનાએ લેબનાનની સરહદે આવેલા ઇઝરાયલી શહેરને ખાલી કરવાનું શરૂ કરી દીધું, જેથી તે ગાઝા પર જમીની તૈયારી કરી શકે. આ વચ્ચે ઇઝરાયલના રક્ષામંત્રીએ કહ્યું કે ગાઝામાં આતંકી સમૂહ હમાસના સફાયો કર્યાં બાદ સેનાનો ગાઝા પટ્ટીમાં લોકો માટે કોઈ પ્લાન નથી. પરંતુ અહીં એક પ્રકારનું નવુ શાસન લાગૂ કરવામાં આવશે. રક્ષામંત્રી યોગ ગૈંલેન્ટે દેશના સાંસદોને જાણકારી આપતા આ ટિપ્પણી કરી છે. આ પ્રથમવાર છે, જ્યારે કોઈ ઇઝરાયલી નેતાએ ગાઝા માટે પોતાની આગામી યોજનાઓ વિશે ચર્ચા કરી છે.
રક્ષામંત્રીએ કહ્યું- ઇઝરાયલને આશા છે કે હમાસની સાથે તેના યુદ્ધના ત્રણ તબક્કા હશે. તેનો ઇરાદો હમાસની સરકારી અને સૈન્ય ક્ષમતાઓને નષ્ટ કરી તેને સંપૂર્ણ રીતે તબાહ કરી દેવાનો છે. તેમણે કહ્યું કે ઇઝરાયલી સેના પહેલા હવાઈ હુમલા અને જમીની યુદ્ધની સાથે ગાઝામાં હમાસના ઠેકાણા પર હુમલા કરશે. ત્યારબાદ વિરોધવાળા ક્ષેત્રો પર કાબૂ મેળવી લેવામાં આવશે. આ રીતે અંતમાં તે ગાઝા પટ્ટીમાં લોકોના જીવનની રક્ષાની પોતાની જવાબદારીથી મુક્ત થઈ જશે. પરંતુ ગેલેન્ટે કહ્યું કે ગાઝામાં નવી સુરક્ષા વ્યવસ્થા લાવ્યા બાદ આમ થશે. તેમણે કહ્યું કે આ મિલિસ્ટ્રી કેમ્પેન ઇઝરાયલના લોકો માટે એક ન્યૂ સિક્યોરિટી સ્થાપિત કરશે જે વર્તમાન સ્થિતિ માટે ખુબ જરૂરી છે.
આ પણ વાંચોઃ ડ્રગ્સનો હેવી ડોઝ લઈને હમાસે ઈઝરાયેલમાં મચાવી હતી કત્લેઆમ? ચોંકાવનારો ખુલાસો
ગાઝાની સંપૂર્મ ઘેરાબંધી કરી ઇઝરાયલના હુમલા
હકીકતમાં વર્ષ 2005માં ઇઝરાયલ ગાઝાથી હટી ગયું હતું. ઇઝરાયલી સરકારે આ ક્ષેત્ર પર જમીની, સમુદ્રી અને હવાઈ નાકાબંધી લાગી કરી છે. આ પ્રતિબંધ 2007માં વધી ગયો, જ્યારે હમાસે સત્તા સંભાળી હતી. પાછલા સપ્તાહે હમાસે ઇઝરાયલ પર અચાનક હુમલો કરી દીધો, જેમાં આશરે 1400 લોકોના મોત થયા હતા. તેના પલટવારમાં ઇઝરાયલે ગાઝાની સંપૂર્ણ ઘેરાબંધી કરી હુમલા કર્યાં હતા. ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેણે ગાઝામાં હમાસના શાસકો સાથે જોડાયેલા 100થી વધુ સ્થળો પર હુમલો કર્યો છે, જેમાં એક સુરંગ અને શસ્ત્રો પણ સામેલ છે. ગાઝાના દક્ષિણ સ્થિત ખાન યૂનિસ શહેરમાં પણ ઈઝરાયલી સેનાએ હવાઈ હુમલા કર્યાં. ઈજાગ્રસ્ત પુરૂષો, મહિલાઓ અને બાળકોને શહેરથી નસીર હોસ્પિટલ જતા જોવા મળ્યા હતા. ગાઝાની આ બીજી સૌથી મોટી હોસ્પિટલ પહેલાથી દર્દીઓથી ભરેલી છે અને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ જઈ રહ્યાં છે.
ગાઝાથી 10 લાખથી વધુ લોકો થયા વિસ્થાપિત
ગાઝા ક્ષેત્રમાં 10 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે, જેમાં ઘણા લોકોએ ઇઝરાયલના આદેશોનું પાલન કરતા ક્ષેત્ર ખાલી કરી દીધુ છે. સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ કહ્યું કે સંપૂર્ણ ગાઝા ક્ષેત્રમાં હુમલાને કારણે પેલેસ્ટાઈની પરત ઉત્તર તરફ ફરી રહ્યાં છે, જે ત્યાંથી ચાલ્યા ગયા હતા. આવું પ્રતીત થાય છે કે દક્ષિણ ક્ષેત્રમાં જીવન પાલનની વિષમ સ્થિતિનીસાથે હુમલાએ લોકોને પરત ઉત્તર તરફ ફરવા માટે મજબૂર કરી દીધા છે. ઇઝરાયલે ગાઝા અને લેબનાનની પાસે પોતાના લોકોને હટાવી લીધા છે અને તેને દેશમાં અન્ય જગ્યા પર હોટલોમાં રાખ્યા છે. રક્ષા મંત્રાલયે લેબનાનની સરહદની પાસે સ્થિતશહેર કિર્યત શમોના માટે એક યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ શહેરના 20 હજારથી વધુ લોકોને ત્યાંથી હટાવવામાં આવશે.
(એજન્સી ઇનપુટની સાથે)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube