યુદ્ધ વચ્ચે ઇઝરાયલે ભારત પાસે કરી 1 લાખ મજૂરોની માંગ, જાણો શું છે નેતન્યાહૂનો પ્લાન?
Israel Indian Worker: ઇઝયારલ પર હમાસે 7 ઓક્ટોબરે હુમલો કર્યો હતો. હમાસે હુમલાની સાથે 90 હજાર પેલેસ્ટાઈન મજૂરોના પેટ પર લાત મારી હતી. હકીકતમાં ઇઝરાયલના નિર્માણ ઉદ્યોગમાં મોટા ભાગના પેલેસ્ટાઈન લોકો કામ કરે છે. પરંતુ હમાસના હુમલા બાદ તેની પરમિટ રદ્દ થઈ ગઈ હતી. હવે ઇઝરાયલે ભારત પાસે 1 લાખ શ્રમિકની માંગ કરી છે.
તેલ અવીવઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ બાદ ઇઝરાયલ તરફથી ગાઝા પટ્ટી પર બોમ્બ વર્ષા કરવામાં આવી રહી છે. આ વચ્ચે ઇઝરાયલે ભારત પાસે તત્કાલ 1 લાખ શ્રમિકોની માંગ કરી છે. વોયસ ઓફ અમેરિકાના રિપોર્ટ પ્રમાણે ઇઝરાયલની કંસ્ટ્રક્શન સાથે જોડાયેલી કંપનીઓએ સરકાર પાસે 100,000 ભારતીય શ્રમિકોની ભરતી કરવાની મંજૂરી માંગી છે, જેથી 90 હજારથી વધુ પેલેસ્ટાઈન નાગરિકોને રિપ્લેસ કરી શકાય. 7 ઓક્ટોબરે હમાસ તરફથી હુમલા બાદ પેલેસ્ટાઈન નાગરિકોની કામ કરવાની પરમિટ રદ્દ કરી દેવામાં આવી છે.
ઇઝરાયલમાં નિર્માણ કાર્ય સાથે જોડાયેલી કંપનીઓમાં પરંપરાગત રીતે પેલેસ્ટાઈન શ્રમિક કામ કરતા આવ્યા છે. 7 ઓક્ટોબરે થયેલા હુમલા બાદ આ લોકોને કામથી હટાવી દેવામાં આવ્યા હતા. આ કારણે હવે ઇઝરાયલમાં નિર્માણના તમામ કામ સંપૂર્ણ રીતે ઠપ્પ છે. જે બિલ્ડિંગોમાં સતત નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, હવે સાઇટ ખાલી છે. જે લોકોએ મકાન ખરીદ્યા છે, તે લોકો બિલ્ડર્સ પર કામ ચાલુ રાખવાનો દબાવ બનાવી રહ્યાં છે. ઇઝરાયલ બિલ્ડર્સ એસોસિએશન પ્રમાણે 90 હજાર પેલેસ્ટાઈન મજૂરોમાં 10 ટકા ગાઝા અને બાકી વેસ્ટ બેન્કથી છે.
આ પણ વાંચોઃ નેપાળમાં 520 વર્ષમાં નથી આવ્યો કોઇ મોટો ભૂકંપ, શું ધરતી આપી રહી છે 'તાંડવ' નો ઇશારો?
ભારતીય મજૂરોને લઈ જવા માટે થઈ રહી છે વાત
ઇઝરાયલ બિલ્ડર્સ એસોસિએશન સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે અમે 50 હજારથી 1 લાખ ભારતીય મજૂરોને લાવવા માટે સરકાર સાથે વાતચીત કરી રહ્યાં છીએ. હમાસના હુમલા બાદ ઘણા પેલેસ્ટાઈની જે હજુ સુધી ઇઝરાયલમાં કામ કરી રહ્યાં છે, તેની સામે પણ મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. એક વ્યક્તિએ કહ્યું- હું હોટલ પર ચા પીવ છું, ઘરે જઈને ભોજન કરુ છું અને ફરી હોટલ પર મારા મિત્રો સાથે રહુ છું. મારી પાસે હવે કામ નથી. હાલ ઇઝરાયલમાં જે નિર્માણ સાઇટ ચાલી રહી છે, તેમાં મોટા ભાગના ચીની નાગરિક છે.
ભારત-ઇઝરાયલ વચ્ચે થઈ હતી ડીલ
ઇઝરાયલે પહેલા જ ભારતથી શ્રમિકો બોલાવવા માટે ડીલ કરી હતી. મેમાં ઇઝરાયલી વિદેશ મંત્રી એલી કોહેન ભારતની યાત્રા પર આવ્યા હતા. ત્યારે બંને દેશો વચ્ચે એક સમજુતી થઈ હતી, જે પ્રમાણે ઇઝરાયલમાં 42000 ભારતીય શ્રમિક જશે, જેમાંથી 34000 કંસ્ટ્રક્શન ફીલ્ડમાં કામ કરશે. ઇઝરાયલનું કંસ્ટ્રક્શન બજાર ભારત માટે નવુ હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube