ઇઝરાયલે ઢેર કર્યા હમાસના અનેક કમાન્ડર, 14 આતંકીઓની તસવીરો જારી કરી
ઇઝરાયલે જે હમાસ કમાન્ડરો અને ઓપરેટિવ્સને ઢેર કર્યા છે, તેની તસવીરો પણ જારી કરી છે. સાથે તે પણ કહ્યું કે, હમાસના આ કમાન્ડર હવે ઇઝરાયલ માટે કોઈ ખતરો રહી ગયા નથી.
યેરૂશલમઃ ઇઝરાયલે તે 14 હમાસ કમાન્ડરોનું લિસ્ટ જાહેર કર્યું છે, જેણે છેલ્લા કેટલાક દિવસથી દેશ માટે મુશ્કેલી ઉભી કરી હતી. પરંતુ ઇઝરાયલે સાથે તે પણ કહ્યું કે, આમાંથી કોઈ ઇઝરાયલ માટે મુશ્કેલી ઉભી કરી શકે નહીં. કારણ કે ઇઝરાયલી સુરક્ષા દળોએ તેને ઢેર કરી દીધા છે.
ઇઝરાયલે જારી કરી તસવીરો
ઇઝરાયલે જે હમાસ કમાન્ડરો અને ઓપરેટિવ્સને ઢેર કર્યા છે, તેની તસવીરો પણ જારી કરી છે. સાથે તે પણ કહ્યું કે, હમાસના આ કમાન્ડર હવે ઇઝરાયલ માટે કોઈ ખતરો રહી ગયા નથી, કારણ કે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે તેને ન્યૂટ્રિલાઇઝ્ડ કરી દીધા છે.
આ પણ વાંચોઃ પેલેસ્ટાઈન વિરુદ્ધ જંગમાં ઈઝરાયેલને મળ્યો US નો સાથ, રાષ્ટ્રપતિ બાઈડેને આપ્યું મોટું નિવેદન
65 લોકોના થયા છે મોત
આ વચ્ચે ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ગાઝામાં 16 બાળકો અને પાંચ મહિલાઓ સહિત મૃત્યુ પામનારની સંખ્યા વધીને 65 થઈ ગઈ છે. જ્યારે 86 બાળકો અને 39 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 365 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
હમાસનો City Commander પણ ઢેર
ઇઝરાયલના હવાઈ હુમલામાં ઉગ્રવાદી સંગઠન હમાસના ગાઝા સિટી કમાન્ડર માર્યો ગયો છે. હમાસે તેની પુષ્ટિ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, 2014માં ગાઝાના જંગ બાદ બુધવારે હુમલામાં મૃત્યુ પામેલ બસમ ઈસા (Bassem Issa) હમાસનો અત્યાર સુધી અત્યાર સુધીનો સૌથી મોટો અધિકારી હતો. તો ઇઝરાયલના રક્ષા મંત્રી બેની ગૈંટ્સે સ્પષ્ટ કરી દીધું કે હુમલા બંધ થશે નહીં. તેમણે કહ્યું કે, અમારી સેનાના ગાઝા પટ્ટી અને પેલેસ્ટાઈનમાં હુમલા બંધ થશે નહીં. અમે ત્યાં સુધી રોકાવા તૈયાર નથી, જ્યાં સુધી દુશ્મનને સંપૂર્ણ રીતે શાંત કરી દેશું નહીં. ત્યારબાદ શાંતિ સ્થાપના પર વાત થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube