વર્ટિકલ ફાર્મિંગ: દુનિયાનો અનોખો દેશ જ્યાં દીવાલ પર થાય છે ખેતી, આ ખેતીનો છે મોટો ફાયદો
Farming on wall: અનોખી ખેતી કરનાર દેશ ઈઝરાયેલ છે. દીવાલ પર ખેતીની પદ્ધતિને વર્ટિકલ ફાર્મિંગ કહેવામાં આવે છે. ઈઝરાયેલમાં ખેતી લાયક જમીન ઓછી છે. એટલે અહીં દીવાલ પર પણ ખેતી થાય છે.
Vertical farming: ભારત કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ આપણા અર્થતંત્રનો મહત્વનો હિસ્સો છે. આજનો જમાનો ટેક્નોલોજીનો છે. એટલે જ કૃષિ ક્ષેત્રમાં પણ ટેક્નોલોજીનો વિશેષ ઉપયોગ થાય છે. દુનિયામાં એક એવો દેશ છે જેણે દીવાલ પર ખેતી કરીને બતાવી છે. અને આ પ્રકારની ખેતીનો વ્યાપ હવે દુનિયામાં વધી પણ રહ્યો છે.
અનોખી ખેતી કરનાર દેશ ઈઝરાયેલ છે. દીવાલ પર ખેતીની પદ્ધતિને વર્ટિકલ ફાર્મિંગ કહેવામાં આવે છે. ઈઝરાયેલમાં ખેતી લાયક જમીન ઓછી છે. એટલે અહીં દીવાલ પર પણ ખેતી થાય છે. ઈઝરાયેલી કંપની ગ્રીનવૉલના સંસ્થાપક ગાઈ બાર્ન્સના અનુસાર તેમની કંપની સાથે ગુગલ અને ફેસબુક જેવી મોટી કંપનીઓ પણ જોડાયેલી છે. જેના સહયોગથી વર્ટિકલ ફાર્મિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: ધોરણ 12મા પછી સ્ટોક માર્કેટમાં બનાવો શાનદાર કરિયર, આ કોર્સ કરાવશે લાખોની કમાણી
આ પણ વાંચો: રોટલીને જ બનાવી દીધી કેક, મોટા ભાઈએ હેપ્પી બર્થડે ગીત ગાયું, જુઓ લાગણીસભર વીડિયો
વર્ટિકલ ફાર્મિંગમાં છોડને નાના-નાના એકમોમાં વહેંચવામાં આવે છે અને એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે કે છોડ કુંડામાંથી બહાર ન પડી જાય. આ વાસણોમાં સિંચાઈ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. જો કે, અનાજ ઉગાડવા માટે થોડા સમય માટે તેને દીવાલમાંથી બહાર કાઢવામાં આવે છે અને બાદમાં પાછું દીવાલમાં જ મુકી દેવામાં આવે છે. ઈઝરાયેલના સિવાય અમેરિકા, યુરોપ અને ચીનમાં વર્ટિકલ ફાર્મિંગ એટલે કે વૉલ ફાર્મિંગ ટેક્નિકનો વ્યાપ વધી રહ્યો છે. આ ખેતીનો સૌથી મોટો ફાયદો એ છે કે, દીવાલ પર છોડ લગાવવાથી ઘરનું તાપમાન નથી વધતું અને આસપાસના વાતાવરણમાં ભેજ રહે છે. સાથે ધ્વનિ પ્રદૂષણ પણ ઓછું થાય છે.
આ પણ વાંચો: ધો.12 પાસ માટે પણ વાયુ સેનામાં જોડાવાની તક, જુઓ અગ્નિવીરવાયુની ભરતી પ્રક્રિયા
આ પણ વાંચો: Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો
આ પણ વાંચો: Career: 12મા ધોરણ પછી Gaming Industryમાં કરિયર બનાવો, લાખોના પગારની મળશે નોકરી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube