ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં મુસ્લિમ દેશો સતત પોતાની સહાનુભૂતિ હમાસ અને પેલેસ્ટાઈનના લોકો પ્રત્યે જતાવી રહ્યા છે. જો કે ઈઝરાયેલને લઈને તેમના વલણમાં ફેરફાર પણ જોવા મળી રહ્યો છે. ઈસ્લામિક અરબ શિખર સંમેલનમાં એક મતથી ઈઝરાયેલની ટીકા કરવામાં આવી પરંતુ તેના બહિષ્કારનું સમર્થન થયું નહીં. સાઉદી અરબ અને યુએઈ ઉપરાંત 7 મુસ્લિમ દેશોએ ઈઝરાયેલ સાથે તમામ પ્રકારના આર્થિક સંબંધ ખતમ કરવાના પ્રસ્તાવને પાસ થવા દીધો નહીં અને તેના વિરુદ્ધમાં મતદાન કર્યું. ઈઝરાયેલના સંપૂર્ણ બહિષ્કારનો પ્રસ્તાવ આ કારણે પાસ થઈ શક્યો નહીં. હાલ 40 દિવસથી વધુ સમયથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલુ છે અને બેન્જામીન નેતન્યાહૂએ સીઝફાયરનો પણ ઈન્કાર કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈઝરાયેલના સંપૂર્ણ બહિષ્કારનો પ્રસ્તાવ સાઉદી અરબ, સંયુક્ત આરબ અમીરાત (UAE), જોર્ડન, ઈજિપ્ત, બહેરીન, સૂડાન અને મોરક્કોએ પાસ થવા દીધો નથી. અરબ મામલાઓના વિશેષજ્ઞ એહુદ યારીના હવાલે આ દાવો થઈ રહ્યો છે. એક મીડિયા સમૂહે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે સમિટમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો કે ઈઝરાયેલ સાથે ઈસ્લામિક દેશો તમામ પ્રકારના રાજનયિક અને આર્થિક સંબંધ ખતમ કરી લે અને ઈઝરાયેલી ફ્લાઈટ્સને અરબ હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ન કરવા દે. રિપોર્ટ મુજબ પ્રસ્તાવમાં કહેવાયું છે કે ઓઈલ ઉત્પાદક મુસ્લિમ દેશ ગાઝામાં યુદ્ધવિરામ માટે ઈઝરાયેલને ધમકી આપે અને જો તે યુદ્ધવિરામ ન કરે તો તેને ઓઈલની આપૂર્તિ રોકવામાં આવે. 


રિપોર્ટમાં અરબ મામલાના વિશેષજ્ઞ એહુદ યારીના હવાલે કહેવાયું છે કે પ્રસ્તાવને સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત (UAE), જોર્ડન, ઈજિપ્ત, બહેરીન, સૂડાન, મોરક્કો, મોરિટાનિયા અને જિબુટીએ અસ્વીકાર કર્યો. જો કે 11 નવેમ્બર ઈસ્લામિક-અરબ શિખર સંમેલન બાદ બહાર પડેલી અધિકૃત વિજ્ઞપ્તિમાં આવા કોઈ પણ પ્રસ્તાવ અંગે કોઈ જાણકારી અપાઈ નથી. 


પ્રસ્તાવનો વિરોધ કરનારા દેશ શું બોલ્યા?
શિખર સંમેલનમાં ભાગ લેનારા બે પ્રતિનિધિઓએ સમાચાર એજન્સી રોયટર્સને જણાવ્યું કે અલ્જીરીયાએ ઈઝરાયેલ સાથે તમામ સંબંધોને ખતમ કરવાની માંગણી સાથે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેણે કહ્યું કે અરબના કેટલાક દેશોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે કારણ કે તેમણે હાલના સંકટ વચ્ચે ઈઝરાયેલ સાથે વાતચીત ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. 


સાઉદી અરબ પહેલા 11 નવેમ્બરના રોજ OIC ની બેઠક અને 12 નવેમ્બરના રોજ અરબ લીગ શિખર સંમેલનની મેજબાની કરવાનું હતું. જો કે ગાઝામાં માનવીય સંકટને જોતા સઉદીએ 11 નવેમ્બરના રોજ રાજધાની રિયાધમાં એક સંયુક્ત શિખર સંમેલનની મેજબાની કરવાનો નિર્ણય લીધો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube