હમાસના આતંકી અને `ખાન યૂનિસના કસાઈ` સિનવારે 5 વર્ષના બાળકને પકડાવી AK-47, ભડક્યું ઇઝરાયલ
યાહ્યા સિનવારે ઇઝરાયલમાં ખાન યૂનિસ કસાઈ નામથી ઓળખવામાં આવે છે. તેનું પૂરુ નામ યાહ્યા ઇબ્રાહિમ હસન સિનવાર છે જે વર્તમાનમાં હમાસના રાજકીય વિંગના પ્રમુખ છે.
ગાઝા પટ્ટીઃ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સંઘર્ષવિરામ છતાં આતંકી સંગઠન હમાસે ઉશ્કેરવાની કાર્યવાહી જારી રાખી છે. આ વચ્ચે હમાસના ટોપ કમાન્ડર અને ખાન યૂનિસના કસાઈના નામથી કુખ્યાત યાહ્યા સિનવાર લોકોને ઇઝરાયલ વિરુદ્ધ ઉશ્કેરવામાં લાગ્યો છે. તેણે થોડા દિવસ પહેલા ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી સેના દ્વારા માર્યા ગયેલા આતંકીના પુત્રને એકે-47 પકડાવી પોતાના ઇરાદાની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન હજારો લોકો હાજર હતા.
હમાસના રાજનીતિક વિંગના ચીફ છે યાહ્યા સિનવાર
યાહ્યા સિનવારે ઇઝરાયલમાં ખાન યૂનિસ કસાઈ નામથી ઓળખવામાં આવે છે. તેનું પૂરુ નામ યાહ્યા ઇબ્રાહિમ હસન સિનવાર છે જે વર્તમાનમાં હમાસના રાજકીય વિંગના પ્રમુખ છે. સિનવાર વર્ષ 2017માં હમાસના પોલિત બ્યૂરોનો સભ્ય બન્યો હતો. ઇઝરાયલી એજન્સીઓ અનુસાર યાહ્યા સિનવાર હમાસના પોલિત બ્યૂરો અને તેની સૈન્ય એકમ આઈક્યૂબીની વચ્ચેની કડી માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ વિશ્વમાં સૌથી પહેલા કોરોના વેક્સિન લેનાર પુરૂષ William Shakespeare નું નિધન
યાહ્યા સિનવાર કઈ રીતે બન્યો યૂનિસનો કસાઈ?
યાહ્યા ઇઝરાયલ વિરુદ્ધ શરૂઆતથી આક્રમક રહ્યો છે. આ કારણ છે કે તેણે 1988માં હમાસની અંદર અલ-મઝીદ નામની આંતરિક ગુપ્ત એજન્સીની રચના કરી હતી. આ એજન્સી ગાઝા પટ્ટીમાં ઇઝરાયલના એજન્ટો કે તેના પ્રત્યે નરમ વલણ રાખનાર લોકોને શોધીને માનવાનું કામ કરે છે. તેનાથી ઇઝરાયલની મદદ કરનાર હજારો પેલેસ્ટાઇનના લોકોને પોતાના હાથે માર્યા છે. આ કારણ છે કે તેને ખાન યૂનિસનો કસાઈ કહેવામાં આવે છે.ત
અમેરિકાએ જાહેર કર્યો છે સ્પેશિયલ આતંકી
તેને 2015માં અમેરિકાએ સ્પેશિયલ વૈશ્વિક આતંકીની યાદીમાં સામેલ કર્યો છે. જેનો અર્થ છે કે આ વ્યક્તિ અમેરિકા માટે વોન્ટેડ આતંકવાદી છે. અમેરિકાના હમાસને પણ આતંકી સંગઠન જાહેર કર્યું છે. આ કારણ છે કે અમેરિકા ભલે મૌખિક રીતે પેલેન્ટાઈનની સાથે વાત કરે છે પરંતુ હમાસની સાથે નહીં. હમાસનો મુખ્ય એજન્ડા ઇઝરાયલને દુનિયાના નક્શામાંથી નાબુદ કરવાનો છે.
આ પણ વાંચોઃ દાવો: 12-17 વર્ષના બાળકો પર 100% કારગર છે આ રસી, જલદી મળી શકે છે મંજૂરી
ગાઝામાં યુદ્ધવિરામને પેલેસ્ટાઇન ગણાવી રહ્યું છે હમાસની જીત
ગાઝામાં ઇઝરાયલના યુદ્ધવિરામને ફિલિસ્તીની લોકો હમાસની જીત ગણાવી રહ્યાં છે. યુદ્ધવિરામ પ્રભાવમાં આવ્યા બાદ હજારો લોકોએ જશ્ન મનાવ્યો હતો. તેમાંથી ઘણાએ કહ્યું કે, યુદ્ધ મોંઘુ સાબિત થયું પરંતુ આ ઇસ્લામી ઉગ્રવાદી સમૂહ હમાસની સ્પષ્ટ જીત છે. તો ઇઝરાયલે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો આગળ કોઈ શત્રુતાપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે તો તે સંપૂર્ણ તાકાત સાથે જવાબ આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube