તેલ અવીવઃ ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ દિવસેને દિવસે ભીષણ બની રહ્યું છે. પાછલા શનિવારે હમાસના આતંકીઓએ ઇઝરાયલના ઘરોમાં ઘુસીને કહેર મચાવ્યો હતો. આતંકીઓએ ન માત્ર વૃદ્ધોને નિશા બનાવ્યા, પરંતુ નાના-નાના બાળકોને પણ છોડ્યા નહીં. બાળકોને નિશાન બનાવતા સમયે આ આતંકીઓ રાક્ષસ બની ગયા હતા. ઘણા બાળકોને સળગાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પર ગુરૂવારે તે બાળકોની લાશની તસવીરો શેર કરી, જેને હમાસના આતંકીઓએ ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ તસવીરોને ઇઝરાયલી પીએમે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને પણ દેખાડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇઝરાયલના પ્રધાનમંત્રી ઓફિસ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર આ મૃત બાળકોની ત્રણ તસવીરો જારી કરી છે. બે તસવીરોમાં બાળકોની સળગાવેલી લાશ જોવા મળી રહી છે, જ્યારે એક ફોટોમાં ખુબ નાની ઉંમરનું બાળક મૃત દેખાઈ રહ્યું છે. તસવીરોને શેર કરતા એક્સ પર લખ્યું- અહીં કેટલીક તસવીરો છે જે પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ અમેરિકી વિદેશમંત્રીને દેખાડી છે. ચેતવણીઃ આ હમાસ રાક્ષસો દ્વારા બાળકોની હત્યા અને સળગાવવાની ભયાનક તસવીરો છે. હમાસ અમાનવીય છે. હમાસ આીએસઆઈએસ છે. 


હવે સીરિયા પર ઈઝરાયલે કર્યો હુમલો, બે એરપોર્ટ પર કરી એરસ્ટ્રાઈક


ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ આતંકવાદી સમૂહ હમાસ વિરુદ્ધ યુદ્ધમાં દેશને અમેરિકાના સમર્થન માટે એક ટીમની સાથે તેલ અવીવ પહોંચેલા બ્લિંકનનો પણ આજે આભાર માન્યો અને અમેરિકી વિદેશ મંત્રીના તેના દેશ આવવું ઇઝરાયલ પ્રત્યે અમેરિકાના પૂર્ણ સમર્થનનું મજબૂત ઉદાહરણ છે. આ વચ્ચે ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયલના એક રિપોર્ટ અનુસાર ઇઝરાયલી રક્ષા દળો (આઈડીએફ) એ ઓછામાં ઓછા 6000 રાઉન્ડ દારૂગોળાનો ઉપયોગ કરી ગાઝા પટ્ટીમાં 3600થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો છે. આઈડીએફ અનુસાર હાલમાં હુમલામાં હમાસે અન્ય સભ્યોને પણ નિશાન બનાવ્યા છે. શનિવારથી હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલને અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોનું સમર્થન મળ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube