નવી દિલ્હીઃ શું દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે?. આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે... કેમ કે મુસ્લિમ દેશ ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો તણાવ તે દિશામાં વળી ગયો છે જેની આશંકા હતી.... ઈરાને ઈઝરાયલ પર મોડી રાત્રે 200 મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો.... જેના કારણે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે... ત્યારે એકસમયે એકબીજાના પાકા દોસ્ત ઈરાન અને ઈઝરાયલી દોસ્તી કેમ તૂટી?... જો યુદ્ધ થશે તો કયો દેશ કોની પર ભારે પડશે?... જોઈએ આ અહેવાલમાં.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જી,હા... વાત થઈ રહી છે મુસ્લિમ દેશ ઈરાન અને યહૂદીઓના દેશ તરીકે જાણીતા ઈઝરાયલની... એક સમયે બંને દેશો એકબીજાના પાકા દોસ્ત હતા... પરંતુ અચાનક સંબંધોમાં આવી ગયેલી ખટાશ હવે યુદ્ધ સુધી પહોંચી ગઈ છે.... જેનો પુરાવો છે ઈરાને અડધી રાત્રે ઈઝરાયલ પર કરેલો હુમલો.... ઈરાને જ્યારે ઘરમાં બધા લોકો સૂઈ રહ્યા હતા ત્યારે મધરાતે ઈઝરાયલ પર 300થી વધારે મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો... 


અચાનક થયેલા હુમલાથી ઈઝરાયલ પણ ચોંકી ગયું હતું... અને તેણે તાત્કાલિક એર ડિફેન્સ સિસ્ટમને એક્ટિવેટ કરી દીધી... તો સેનાને પણ હાઈ અલર્ટ કરી દીધી છે.... ઈઝરાયલે દાવો કર્યો છે કે તેમણે ઈરાનની 99 ટકા મિસાઈલને તોડી પાડી છે... તેના કારણે દેશમાં કોઈ મોટું નુકસાન થયું નથી... પરંતુ અચાનક મિસાઈલ અને ડ્રોન આવતાં જોઈને દેશવાસીઓ ફરી યુદ્ધના કારણે ખૌફમાં જીવી રહ્યા છે.


ઈરાને ઈઝરાયલની ધરતી પર સીધો હુમલો કર્યો છે. અમે ઈરાન તરફથી આવતાં કિલર ડ્રોન્સ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. આ ખૂબ જ ગંભીર અને આત્મઘાતી પગલું છે. અમારી ઓફેન્સિવ અને ડિફેન્સિવ સૈન્ય ક્ષમતા સજ્જ છે. જો ઈરાન વધુ હુમલા કરશે તો ઈઝરાયલ સેનાની ટુકડી મેદાનમાં ઉતારશે અને ઈઝરાયલના લોકોનું રક્ષણ કરશે.


અચાનક થયેલા હુમલા પછી ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામીન નેતન્યાહૂ પણ એક્શનમાં આવ્યા.. અને તેમણે તાત્કાલિક દેશવાસીઓ માટે સંદેશ જાહેર કર્યો...


આ પણ વાંચોઃ પલટવારની તૈયારીમાં લાગ્યુ ઈઝરાયેલ; ઈરાનના મિસાઈલ હુમલાનો આપશે જવાબ


ઈઝરાયલના નાગરિકો,  કેટલાંક વર્ષો અને ખાસ કરીને છેલ્લાં અઠવાડિયાથી ઈઝરાયલ ઈરાન તરફથી થનારા હુમલાને રોકવાની તૈયારી કરી રહ્યું હતું. આપણી ડિફેન્સિવ સિસ્ટમ ડિપ્લોય કરવામાં આવી છે. આપણે કોઈપણ પરિસ્થિતિ ડિફેન્સિવ કે ઓફેન્સિવ બંને માટે તૈયાર છીએ. ઈઝરાયલ દેશ મજબૂત છે. IDF મજબૂત છે અને દેશના લોકો પણ મજબૂત છે


હવે તમારા મનમાં સવાલ થતો હશે કે ઈરાને મજબૂત દેશ ઈઝરાયલ પર કેમ હુમલો કર્યો?... તો તેના માટે આપણે ભૂતકાળમાં જવું પડશે. ઈઝરાયલે 1 એપ્રિલે સિરીયામાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કર્યો હતો.... જેમાં ઈરાનના ટોપ કમાન્ડર સહિત અનેક સૈન્ય અધિકારીઓના મોત થયા.... ઈરાને આ હુમલા માટે ઈઝરાયલને જવાબદાર ગણાવ્યું હતું.... જોકે હજુ સુધી ઈઝરાયલ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નહોતી...


જેના કારણે ઈરાને ઓપરેશન ટ્રુ પ્રોમિસ શરૂ કર્યું અને ઈઝરાયલ પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કરી દીધો.... કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન આગામી કેટલાંક કલાકમાં ઈઝરાયલ પર વધુ હુમલા કરી શકે છે... જેના કારણે બંને દેશોની સ્થિતિ ખરાબ થશે અને જેમાં દુનિયાના કેટલાંક સમર્થિત દેશો જોડાવાથી દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધના ખપ્પરમાં હોમાઈ તેવી શક્યતા છે.... 


ઈરાક, સિરીયા, લેબનાન, તુર્કીયે, કતાર, જોર્ડન જેવા મુખ્ય અરબ દેશો ઈરાનને સમર્થન આપશે... આ સિવાય દુનિયાના અન્ય દેશો રશિયા, ઉત્તર કોરિયા, ચીન, કઝાખસ્તાન અને તુર્કમેનિસ્તાન જેવા દેશ પણ ઈરાન સામે ખભેખભો મિલાવીને યુદ્ધ લડશે. જ્યારે ઈઝરાયલની સાથે અમેરિકા અને પશ્વિમી દેશો મેદાનમાં આવી શકે છે... જોકે તેઓ ખૂલીને પોતાનો સાથ ઈઝરાયલને આપશે કે નહીં તે અંગે આશંકા છે...