જેરુસેલમ: ભારતે પોતાની નેવીના સાત જહાજો માટે બરાક 8 LRSAM એર તથા મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી માટે ઈઝરાયેલની એક ટોચની ડિફેન્સ કંપની સાથે 77.7 કરોડ ડોલરની ડીલ કરી છે. આ જાહેરાત કંપનીએ બુધવારે કરી. લાંબા અંતરની જમીનથી હવામાં લક્ષ્યાંક સાંધનારી આ મિસાઈલ (LRSAM) સિસ્ટમ એક સર્ક્યુલર એર તથા મિસાઈળ રક્ષા (એએમડી) સિસ્ટમ છે જેનો ઈઝરાયેલની નેવી અને ભારતની નેવી જમીન તથા હવાઈ દળ ઉપયોગ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ (આઈએઆઈ)એ જણાવ્યું કે આ નવી ડીલની સાથે જ ભારત અને ઈઝરાયેલ દ્વારા સંયુક્ત રીતે વિક્સિત રક્ષા ક્ષેત્રમાં મજબુત દ્વિપક્ષીય સંબંધોનું પ્રતિક બરાક 8 સિસ્ટમ ગત કેટલાક વર્ષોમાં છ અબજ ડોલરનો કારોબાર પાર કરી ગઈ છે. આ સિસ્ટમ હવાઈ વિસ્તાર, સમુદ્ર કે જમીનથી મુદ્રી વિસ્તારના મોટા જોખમ સામે વ્યાપક હવાઈ તથા સટીક રક્ષા ઉપલ્બધ કરાવે છે. 


આ સિસ્ટમ ડિજિટલ રડાર, કમાન અને નિયંત્રણ, લોન્ચર, આધુનિક રેડિયો ફ્રિક્વન્સિયુક્ત ઈન્ટરેસપ્ટર, ડેટા લિંક, અને પ્રણાલી વ્યાપક કનેક્ટિવિટી જેવી અત્યાધુનિક સિસ્ટમથી લેસ છે. 


વિમાન, હેલિકોપ્ટર, ડ્રોન તથા પ્રક્ષેપકો સહિત ઓછામાં ઓછાથી લઈને લાંબા અંતર સુધીના હવાઈ જોખમોથી રક્ષા માટે તૈયાર કરવામાં આવેલી બરાક-8માં અત્યાધુનિક તબક્કાબદ્ધ મલ્ટી મિશન રડાર, ટુવે ડેટા લિંક અને સરળ  કમાન તથા નિયંત્રણ પ્રણાલી છે જે ઉપયોગ કરનારાઓને દિવસ અને રાત તથા તમામ ઋતુની પરિસ્થિતિઓમાં એક સાથે અનેક લક્ષ્યાંકો નષ્ટ કરવામાં સક્ષમ બનાવે છે. 


આ મિસાઈલ પ્રણાલીનો વિકાસ સયુંક્ત રીતે આઈએઆઈ, ભારતના રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન (ડીઆરડીઓ), ઈઝરાયેલની એડમિનિસ્ટ્રેશન ફોર ધ ડેવલપમેન્ટ ઓફ વેપન્સ એન્ડ ટેક્નોલોજિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એલ્ટા સિસ્ટમ્સ, રાફેલ અને ભારતની કેટલીક અન્ય રક્ષા કંપનીઓએ કર્યું છે. 


આઈએઆઈ દ્વારા જાહેર નવી ડીલ નવી દિલ્હીની ભારત ઈલેટ્રોનિક્સ લિમિટેડ (બીઈએલ) સાથે થઈ છે જે પ્રોજેક્ટમાં મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી રહી છે. 


ઈઝરાયેલના રક્ષામંત્રી એવિગડોર લિબરમેને ટવિટર પર કહ્યું કે ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ અને રક્ષા પ્રતિષ્ઠાનને ભારતને બરાક 8ના વેચાણ સંબંધિત વ્યાપક કારોબર પર અભિનંદન. તેમણે કહ્યું કે આ ડીલ એ વાતનો પુરાવો છે કે સુરક્ષા એક રોકાણ છે, કોઈ ખર્ચો નથી. લિબરમેને કહ્યું કે આઈએઆઈ એક રાષ્ટ્રીય પરિસંપત્તિ છે જેને જાણવી રાખવી જોઈએ અને મજબુત કરવી જોઈએ.