તેલ અવીવઃ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઇટલી હમાસના હુમલા બાદ ઇઝરાયલની સાથે આવી ગયા છે. આ દેશો તરફથી એક સંયુક્ત નિવેદન જાહેર કરી હમાસની નિંદા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલને પોતાની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ દેશોએ કહ્યું કે હમાસ તરફથી ઇઝરાયલ પર જે અચાનક હુમલો થયો ત્યારબાદ રક્ષાના પ્રયાસોમાં તેના તરફથી ઇઝરાયલને સંપૂર્ણ સમર્થન છે. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ પણ પોતાના સંબંધોમાં દુનિયાભરના તે દેશોનો આભાર માન્યો જે ઇઝરાયલની સાથે ઉભા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હમાસ માત્ર ખુનખરાબા કરે છે
શનિવારે હમાસ તરફથી ઇઝરાયલ પર જે આતંકી હુમલો કરવામાં આવ્યો, તેમાં ઇઝરાયલ તરફથી 700 લોકોના મોત થયા છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઇટલી તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, તેને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ દેશ પેલેસ્ટાઈનની કાયદેસર આકાંક્ષાઓને ઓળખે છે પરંતુ હમાસ, તેના માટે ખુનખરાબા અને આતંક સિવાય કંઈ પ્રદાન કરતું નથી. સોમવારે ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ દેશની જનતાને સંબોધિત કરી હતી. તેમણે દુનિયાભરના નેતાઓથી મળનાર સમર્થન માટે આભાર માન્યો હતો. 


Israel-Hamas conflict: જાણો ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધી શું-શું થયું?


ભારતીય અમેરિકી નેતાઓનું સમર્થન
રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોની દોડમાં સામેલ નિક્કી હેલી અને વિવેક રામાસ્વામી સહિત અન્ય પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકી નેતાઓએ હમાસના અચાનક હુમલામાં લોકોના મોત બાદ ઇઝરાયલનું સમર્થન કર્યું છે. હેલીએ રવિવારે એનબીસી ન્યૂઝને કહ્યું- હમાસ અને તેનું સમર્થન કરી રહેલી ઇરાન સરકાર 'ઇઝરાયલનો ખાત્મો', 'અમેરિકાનો ખાત્મો' ના નારાનું સમર્થન કરી રહી છે. અમે ઇઝરાયલની સાથે છીએ, કારણ કે હમાસ, હિઝબુલ્લા, હૂતી અને ઈરાન સમર્થક આપણાથી નફરત કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube