Lebanon તરફથી આવ્યા 3 રોકેટ, જવાબમાં Israel ની સેનાએ તોપના ગોળાનો કર્યો વરસાદ
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે હિંસક ઘર્ષણ ખતમ થયા બાદ હવે ઈઝરાયેલ અને પાડોશી દેશ લેબનોન (Lebanon) વચ્ચે ઘર્ષણના સમાચાર છે.
તેલ અવીવ: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે હિંસક ઘર્ષણ ખતમ થયા બાદ હવે ઈઝરાયેલ અને પાડોશી દેશ લેબનોન (Lebanon) વચ્ચે ઘર્ષણના સમાચાર છે. ઈઝરાયેલે લેબનોનને ચેતવણી આપી છે કે જો તે નહીં સુધરે તો તે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે.
લેબનોનની સરહદમાંથી 3 રોકેટ છોડ્યા
Channel 12ના રિપોર્ટ મુજબ ઈઝરાયેલના ઉત્તર વિસ્તાર Kiryat Shmona માં બુધવારે બપોરે ત્રણ રોકેટ છોડવામાં આવ્યા. આ રોકેટ પાડોશી દેશ લેબનોનની સરહદથી છોડવામાં આવ્યા. જેમાંથી બે રોકેટ ઈઝરાયેલના ખુલ્લા વિસ્તારમાં પડ્યા જેનાથી કોઈ નુકસાન થયું નથી. જ્યારે એક રોકેટ લેબનોનની સરહદમાં જ તૂટી પડ્યું.
ઈઝરાયેલે લેબનોન પર ગોળાનો વરસાદ કર્યો
રિપોર્ટ મુજબ દેશ પર રોકેટ હુમલો થતા જ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે પણ જવાબ આપ્યો અને લેબનોન બાજુ ટાર્ગેટ કરીને તાબડતોબ આર્ટિલરી ફાયરિંગ શરૂ કરી દીધુ. તેની આકરી પ્રતિક્રિયા બાદ રોકેટ હુમલા બંધ થઈ ગયા. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા ઈઝરાયેલે વિસ્તારમાં તૈનાત UN ટ્રુપ્સ દ્વારા લેબનોનને આકરી ચેતવણી આપી છે કે જો બોર્ડર પર શાંતિ નહીં જળવાય તો તે તેનો કડક જવાબ આપશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube