જેરૂસેલમ: ઈઝરાયેલી સેનાએ કહ્યું કે તેમણે ગાઝામાં હમાસના એક ટોચના નેતાના ઘર પર હુમલો કર્યો છે. ગાઝાથી ઈઝરાયેલમાં હવાઈ હુમલા અને રોકેટ છોડવામાં આવ્યાના લગભગ એક અઠવાડિયા બાદ આ હુમલો કરાયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈઝરાયેલે હમાસના લીડરનું ઘર તબાહ કર્યું
સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ હિદાઈ જિલ્બરમેને રવિવારે ઈઝરાયેલી સેનાના રેડિયોને જણાવ્યું કે સેનાએ ગાઝામાં હમાસના સૌથી વરિષ્ઠ નેતા યેહિયેહ સિવારના ઘરને નિશાન બનાવ્યું છે. કદાચ તે ત્યાં છૂપાયેલો હતો. તેનું ઘર દક્ષિણ ગાઝા પટ્ટીના ખાન યુનૂસ શહેરમાં હતું. 


હુમલામાં માર્યા ગયા હમાસના આટલા આતંકી
હમાસ અને ઈસ્લામિક જેહાદ સમૂહે સોમવારે સંઘર્ષ શરૂ થયા બાદથી તેમના 20 લોકો માર્યા ગયાની વાત કરી છે. જ્યારે ઈઝરાયેલે કહ્યું કે અસલ સંખ્યા તેનાથી ઘણી વધુ છે. 


Israel અને પેલેસ્ટાઈનના વિવાદમાં હવે અમેરિકાની એન્ટ્રી, અબ્બાસ અને નેતન્યાહૂએ બાઈડેન સાથે કરી વાત


પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ જો બાઈડેન સાથે કરી વાત
પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ફોન પર વાત કરીને ઈઝરાયેલ સાથે ચાલુ ઘર્ષણમાં હસ્તક્ષેપ કરવાનો અને ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટાઈન પર થઈ રહેલા હુમલાને બંધ કરવા માટે આહ્વાન કર્યું છે.


પેલેસ્ટાઈનની સરકારી સમાચાર એજન્સી વાફાએ શનિવારે જાણકારી આપી કે અબ્બાસે અમેરિકી રાષ્ટ્રપતિને ફોન કરીને તેમને પેલેસ્ટાઈન વિસ્તારમાં ચાલુ હિંસા અંગે તાજી જાણકારી આપતા કહ્યું કે જ્યાં સુધી વિસ્તારમાં ઈઝરાયેલી કબ્જો નહીં હટે ત્યાં સુધી વિસ્તારમાં સુરક્ષા અને સ્થિરતા સ્થાપિત થઈ શકશે નહીં. તેમણે કહ્યું કે પેલેસ્ટાઈનના લોકો શાંતિ ઈચ્છે છે. બાઈડેને પણ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે હિંસા ઓછી કરવા પર ભાર મૂક્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube