નવી દિલ્હી: ભારતમાં ઈઝરાયેલના ડેપ્યુટી રાજદૂત રોની યેદિદિયા ક્લેને ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના કટ્ટરપંથી જૂથ હમાસ વચ્ચે સંઘર્ષ વિરામનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલ માને છે કે અમેરિકા સહિત કેટલાક દેશોની જેમ ભારતે આ મામલે 'જાહેર'માં સમર્થન આપ્યું પરંતુ તેને ઈઝરાયેલની કાર્યવાહી અંગે જાણકારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં શુક્રવારે રોની યેદિદિયા ક્લેને કહ્યું કે અમે હમાસ સાથે સંઘર્ષવિરામ સમજૂતિ કરી છે. અમને આશા છે કે હમાસ તરફથી હવે વધુ ફાયરિંગ થશે નહીં. તેમણે કહ્યું કે જમીની હકિકત તે નક્કી કરશે કે ઈજિપ્તની મધ્યસ્થતાથી યુદ્ધવિરામ કેવું રહેશે. 


ઈઝરાયેલની સિક્યુરિટી કેબિનેટે ઈજિપ્તની મધ્યસ્થતામાં શુક્રવારે સંઘર્ષ વિરામની જાહેરાત કરી. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ રોની યેદિદિયા ક્લેને એમ પણ કહ્યું કે ઈઝરાયેલને અમેરિકા અને સંયુક્ત આરબ અમીરાત સહિત અનેક દેશોનું સમર્થન મળ્યું. ભલે ભારતે જાહેરમાં સમર્થન ન આપ્યું પરંતુ ઈઝરાયેલની કાર્યવાહીઓને તે સમજી રહ્યું હતું. 


ઈઝરાયેલના ડેપ્યુટી રાજદૂતે કહ્યું કે 'અમે જ્યારે અમારા ભારતીય સમકક્ષો સાથે વાત કરી તો અમને ચીજો સમજમાં આવી. જો કે તેમણે અન્ય દેશોની જેમ જાહેરમાં સમર્થન ન આપ્યું. અમે જ્યારે ભારતીય અધિકારીઓને ઈઝરાયેલની કાર્યવાહીઓ અંગે જણાવ્યું તો એક સમજ જોવા મળી.'


ઈઝરાયેલી દૂતે કહ્યું કે ઈઝરાયેલી દૂતાવાસ ભારત સહિત પોતાના સમકક્ષોના સતત સંપર્કમાં રહ્યું. રોની યેદિદિયા ક્લેનએ કહ્યું કે જ્યારે કઈક થાય છે તો અમે અમારા સમકક્ષોના સતત સંપર્કમાં રહીએ છીએ. જે રીતે ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહ્યાં. તેઓ ખુબ સમજદાર છે અને અમે એક સાથે કામ કરીએ છીએ. 


પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈઝરાયેલી રાજદૂતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના રાજદૂત ટીએસ તિરુમૂર્તિ તરફથી અપાયેલા નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો. જેમાં તણાવને તત્કાળ ઓછો કરવા માટે આગ્રહ કરાયો હતો. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનમાં શાંતિ બહાલી માટે ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ભારતે પણ ભાગ લીધો.


ભારતે આપ્યું આ નિવેદન 
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠકમાં આ મુદ્દે પોતાના વિચાર રજુ  કર્યા. ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિ (T S Tirumurti) એ કહ્યું કે અમે બંને પક્ષને યથાસ્થિતિમાં એકતરફી ફેરફાર ન કરવાની અપીલ કરીએ છીએ. બંનેએ શાંતિ વ્યવસ્થા જાળવી રાખવી જોઈએ. 


ઈઝરાયેલ પર હુમલાનો કર્યો વિરોધ
ભારેત ગાઝા પટ્ટીથી ઈઝરાયેલના રહેણાંક વિસ્તારો પર થનારા હુમલાની આકરી ટીકા કરી. ટી એસ તિરુમૂર્તિએ કહ્યું કે ગાઝા તરફથી થયેલા હુમલામાં અનેક લોકોના મોત થયા છે. જેમાં એક ભારતીય મહિલા સૌમ્યા સંતોષ પણ સામેલ છે. તેમણે વધુમાં કહ્યું કે અમે ભારતીય મહિલા સહિત હિંસામાં જાન ગુમાવનારા તમામ પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ ખૂની ખેલ બધ થશે.


પેલેસ્ટાઈનના સમર્થન પર કરી આ વાત
તિરુમૂર્તિએ કહ્યું કે ભારત પેલેસ્ટાઈનની યોગ્ય માંગણીઓનું સમર્થન કરે છે અને ટુ નેશન થીયરી હેઠળ આ મામલાના ઉકેલ માટે વચનબદ્ધ છે. બેઠકમાં ભારતનો પક્ષ રજુ કરતા ટીએસ તિરુમૂર્તિએ આગળ કહ્યું કે અમે બંને પક્ષોને વધુમાં વધુ સંયમ દેખાડવા, તણાવ વધારનારી કાર્યવાહીઓથી બચવા અને પૂર્વ જેરૂસેલમ અને તેની આસપાસ હાલની યથાસ્થિતિને એકતરફી રીતે બદલવાના પ્રયાસોથી દૂર રહેવાનો આગ્રહ કરીએ છીએ. 


આ બાજુ સીઝફાયર બાદ દિલ્હીમાં ઈઝરાયેલી દૂતાવાસે ટ્વીટ કરીને કહ્યું કે હમાસના રોકેટ હુમલા બાદ મિત્રો પાસેથી મળેલા સમર્થન બદલ અમે આભારી છીએ. આત્મરક્ષાના હકનું સમર્થન કરવા બદલા અમે બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ. તમારું સમર્થન અમને આગળ વધવાની તાકાત આપે છે. ઈઝરાયેલી દૂતાવાસે  હિન્દીમાં ધન્યવાદ લખ્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube