શું ગાઝા જેવી જ હાલત ઈરાનની થશે? શું મિસાઈલો અને રોકેટથી થયેલા હુમલા બાદ ઈઝરાયેલ બદલો લેશે? ઈરાનના હુમલા બાદ હવે આગળ ગમે તે થઈ શકે છે. ઈઝરાયેલે ઈરાન પર મોટા હુમલાની ચેતવણી પણ ઉચ્ચારી દીધી છે. ઈઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહૂએ કહ્યું કે ઈરાને મિસાઈલો છોડીને મોટી ભૂલ કરી નાખી છે અને ઈરાને તેની કિંમત ચૂકવવી પડશે. અત્રે જણાવવાનું કે ઈરાને ઈઝરાયેલ પર મોટો મિસાઈલ એટેક કર્યો છે અને એક સાથે 180થી વધુ મિસાઈલો છોડી છે. ઈઝરાયેલના અનેક મોટા શહેરોને નિશાન બનાવવામાં આ્યા. ત્યારબાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયો છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવા હાલાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિસાઈલ એટેકથી કેટલું નુકસાન
ઈઝરાયેલના અધિકારીઓના જણાવ્યાં મુજબ હુમલામાં લગભગ 181 મિસાઈલો લોન્ચ કરાઈ. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે કહ્યું કે તેમણે તેમાંથી મોટાભાગની મિસાઈલોને રોકી દીધી. જો કે વેસ્ટ બેંકમાં એક પેલેસ્ટાઈની નાગરિકનું મોત થયું અને 2 ઈઝરાયેલી ઘાયલ થયા. કારણ કે છરા અને કાટમાળ પડવાથી વિસ્તારમાં નુકસાન થયું અને આગ લાગી. વિસ્ફોટોનો અવાજ સમગ્ર ઈઝરાયેલમાં સંભળાયો. યેરુશેલમ અને જોર્ડન ઘાટીઓમાં લાઈવ પ્રસારણ દરમિયાન એક સરકારી ટેલિવિઝનના રિપોર્ટર જમીન પર સૂઈ ગયા. એક રોકેટ મધ્ય ઈઝરાયેલના ગદેરામાં શાળા પર પડ્યું. જો કે કોઈ ઘાયલ થયું નથી. હોમ ફ્રન્ટ કમાન્ડના પ્રમુખ મેજર જનરલ રાફી મિલોએ પ્રભાવિત સ્થળોની મુલાકાત લીધી. 


મોટાભાગની મિસાઈલો ઈન્ટરસેપ્ટ કરાઈ
ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના જણાવ્યાં મુજબ આઈડીએફએ કહ્યું કે ઈઝાયેલની એર ડિફેન્સ સિસ્ટમ ખુબ પ્રભાવી હતી. સેનાના જણાવ્યા મુજબ અમેરિકાએ પણ સમય પહેલા જ ઈરાનના જોખમને ભાળીને કેટલીક મિસાઈલો રોકી ઈઝરાયેલને રક્ષામાં મદદ કરી. આઈડીએફએ કહ્યું કે મિડલ ઈઝરાયેલમાં અલગ થલગ પ્રભાવ પડ્યા છે. દક્ષિણ ઈઝરાયેલમાં વધુ અસર થઈ છે. આ સાથે જ કહ્યું કે હુમલામાં ઈઝરાયેલી વાયુસેનાની ક્ષમતાને કોઈ નુકસાન થયું નથી. આઈએએફના વિમાન, વાયુરક્ષા સહિત બધુ સામાન્ય રીતે કામ કરે છે. 


જે પણ અમારા પર હુમલો કરશે તેમના પર એટેક કરીશું
ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ઈઝરાયેલ પર ઈરાનના હુમલાને મોટી ભૂલ ગણાવી છે અને કહ્યું કે તહેરાને પોતાના કામ માટે પરિણામ ભોગવવા પડશે. હુમલાના ગણતરીના કલાકો બાદ નેતન્યાહૂએ કહ્યું કે ઈરાને આજે રાતે મોટી ભૂલ કરી અને તેની કિંમત ચૂકવવી પડશે. ચેતવણી આપતા તેમણે કહ્યું કે જે કોઈ અમારા પર હુમલો કરશે, અમે તેમના પર એટેક કરીશું. 


ઈરાની સેનાએ મંગળવાર રાતે ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઈલો છોડી. જેમાં મુખ્ય રીતે સૈન્ય અને સુરક્ષા પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવામાં આવ્યા. આ સાથે જ ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)એ ધમકી પણ આપી છે કે જો ઈઝરાયેલ જવાબ આપશે તો તે બીજો હુમલો કરશે. ઈઝરાયેલી મીડિયાએ જણાવ્યું કે ઈરાને મંગળવારે રાતે ઈઝરાયેલ પર લગભગ 180 બેલિસ્ટિક મિસાઈલો છોડી. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના જણાવ્યાં મુજબ ઈઝરાયેલી એર ડિફેન્સ સિસ્ટમે ઈરાને છોડેલી મિસાઈલોમાંથી મોટાભાગની મિસાઈલોને લક્ષ્ય પહેલા જ રોકી દેવાઈ. 



ભારતીયો માટે એડવાઈઝરી
ઈઝરાયેલ પર હુમલા વચ્ચે ભારતે ઈઝરાયેલમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી બહાર પાડી છે. ભારત સરકારે એડવાઈઝરી બહાર પાડતા ભારતીયોને સુરક્ષા નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત ભારતીય દૂતાવાસે લોકોને શેલ્ટરોમાં પોતાને સુરક્ષિત રાખવા કહ્યું છે. અત્રે જણાવવાનું કે ઈઝરાયેલમાં લગભગ 28000 ભારતીયો રહે છે.