Sunita Williams: અંતરિક્ષમાં કેમ ફસાયેલા છે સુનિતા વિલિયમ્સ? ISRO ચીફે `ડિકોડ` કરી લીધુ કારણ
સુનિતા વિલિયમ્સને પાછા લાવવા માટે નાસાના પ્રયત્નો પર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) સહિત વિવિધ દેશોની સ્પેસ એજન્સીઓ નજર રાખી રહી છે. જેનાથી તેમના ત્યાં પણ જો આવી સ્થિતિ પેદા થાય તો તેઓ તેના નિરાકરણ માટે પાઠ ભણી શકે.
છેલ્લા ઘણા સમયથી પોતાના સહયાત્રી સાથે અંતરિક્ષ સ્ટેશન પર ફસાયેલા નાસાના અંતરિક્ષયાત્રી સુનિલા વિલિયમ્સ પૃથ્વી પર પાછા ક્યારે ફરશે? આ સવાલ હવે નાસાની સાથે જ દુનિયાભરના લોકો માટે એક મોટો કોયડો બની રહ્યો છે. તેમને પાછા લાવવા માટે નાસાના પ્રયત્નો પર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) સહિત વિવિધ દેશોની સ્પેસ એજન્સીઓ નજર રાખી રહી છે. જેનાથી તેમના ત્યાં પણ જો આવી સ્થિતિ પેદા થાય તો તેઓ તેના નિરાકરણ માટે પાઠ ભણી શકે. ઈસરોના પ્રમુખ એસ સોમનાથે પણ આ અભિયાન પર બાજ નજર રાખી છે. તેમણે પહેલીવાર એ કારણો વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું છે જેને પગલે સુનિતા ત્યાં ફસાયા છે.
બોઈંગે બનાવ્યું નવું સ્પેસક્રાફ્ટ
સમાચાર સંસ્થાન એનટીને આપેલા એક ઈન્ટરવ્યુમાં એસ સોમનાથે કહ્યું કે અંતરિક્ષમાં માનવીને પહોંચાડવા માટે બોઈંગે નવું સ્પેસક્રાફ્ટ બનાવ્યું છે. આ નવા સ્પેસક્રાફ્ટની આ પહેલી ઉડાણ છે જેમાં બેસીને સુનિતા વિલિયમ્સની સાથે કમાન્ડર બેરી વિલ્મોર પણ સ્પેસમાં ગયા છે. તે આ સ્પેસક્રાફ્ટ માટે ટ્રાયલ માટે તેમાં બેસીને અંતરિક્ષમાં જનારા પહેલા એસ્ટ્રોનટ્સ છે.
હીલીયમ ગેસ લીક થતો હતો
ઈસરો ચીફે જણાવ્યું કે બોઈંગને આ સ્પેસ મિશનની શરૂઆતથી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જ્યારે તેની ડોકિંગ સફળતાપૂર્વક થઈ ગઈ અને બંને અંતરિક્ષયાત્રીઓ સ્પેસમાં પહોંચી ગયા તો તેમને પાછા લાવવા માટે સ્પેસક્રાફ્ટનું ઈવેલ્યુએશન શરૂ થયું. તે સમયે તેમાં કેટલીક ખામીઓની વિશે જાણવા મળ્યું. તપાસમાં ખબર પડી કે સ્પેસક્રાફ્ટમાં હીલીયમ ગેસ લીક થઈ રહ્યો હતો અને અંતરિક્ષ યાનના કેટલાક થ્રસ્ટર્સ કામ કરતા નહતા.
સિમ્યુલેશન ટેસ્ટ કરવામાં લાગ્યા વૈજ્ઞાનિકો
બોઇંગ કંપની હવે એ સમજવાની કોશિશ કરી રહી છે કે મિશનની વાપસી માટે સ્થિતિ બહુ સુરક્ષિત કેમ નથી. તેમણે સંભાવના જતાવી કે નાસા સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ કદાચ આ વિસંગતિઓના સમાધાન માટે કેટલાક વધુ સમયની જરૂરીયાત જણાવી હોય. આથી આ બંને મુસાફરોને હાલ પૃથ્વી પર પાછા લાવવાનું ટાળવામાં આવ્યું છે. હવે બોઈંગના એન્જિનિયરો નીચે પૃથ્વી પર રહીને સિમ્યુલેશન ટેસ્ટ કરવામાં લાગ્યા છે.
ક્યાં સુધીમાં આવી શકશે?
સોમનાથે કહ્યું કે અત્યાર સુધી મળેલી જાણકારીઓ મુજબ બોઈગિંના સિમ્યુલેશન પરીક્ષણોના રિપોર્ટ ઓકે આવ્યા છે. જો કે આ અંગે સાચું મૂલ્યાંકન અમેરિકાની અધિકૃત એજન્સી કરશે. તેમણે સ્પષ્ટ ક ર્યું કે સુનિતા વિલિયમ્સ અને બેરી બિલ્મોર પૃથ્વી પર પાછા ક્યારે આવશે, તેનો સ્પેસક્રાફ્ટની ફિટનેસ સાથે ગાઢ સંબંધ છે. જ્યાં સુધી સ્પેસક્રાફ્ટની કંટ્રોલ સિસ્ટમ, થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ અને બાકી અન્ય પ્રણાલીઓ યોગ્ય રીતે કામ કરતી ન થાય, ત્યાં સુધી બંને એસ્ટ્રોનોટ્સને સુરક્ષિત રીતે ધરતી પર ઉતારવા સંભવ નહીં હોય.
ભારત પણ લઈ રહ્યું છે સબક!
ઈસરો પ્રમુખ એસ સોમનાથે કહ્યું કે સુનિતા વિલિયમ્સના પ્રકરણથી ભારત પણ પાઠ ભણી રહ્યું છે. અમે પણ ગગનયાનની તૈયારીઓ કરી રહ્યા છીએ. આવામાં સુનિતા વિલિયમ્સ જેવી પરિસ્થિતિઓ અમારી સાથે પણ ઉદ્ભવી શકે છે. આથી અમે પણ આવી સ્થિતિને બારીકાઈથી મોનીટર કરતા બીજા દેશોની એજન્સીઓના પ્રયત્નોને પણ જોઈ રહ્યા છીએ. જેનાથી ઈમરજ્સીમાં એક્શન લઈ શકાય.