ગેરકાયદેસર પ્રવાસીઓને સહન કરવા એ દયા નહીં પણ ક્રુરતા છે: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પોતાના વાર્ષિક સ્ટેટ ઓફ યુરેનિયન સંબોધનમાં કોંગ્રેસ સમક્ષ વેર, પ્રતિરોધ અને પ્રતિશોધના રાજકારણને ફગાવવાનું આહ્વાન કર્યું અને આ સાથે જ અમેરિકા-મેક્સિકોની સરહદ પર દીવાલ બનાવવા પર ભાર મૂક્યો.
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પોતાના વાર્ષિક સ્ટેટ ઓફ યુરેનિયન સંબોધનમાં કોંગ્રેસ સમક્ષ વેર, પ્રતિકાર અને પ્રતિશોધના રાજકારણને ફગાવવાનું આહ્વાન કર્યું અને આ સાથે જ અમેરિકા-મેક્સિકોની સરહદ પર દીવાલ બનાવવા પર ભાર મૂક્યો. સમાધાન માટેની તેમની અપીલ પર ડેમોક્રેટ્સે હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી. વિપક્ષ ટ્રમ્પના એજન્ડાનો વિરોધ કરે છે અને તેમના પર સર્વપક્ષીય સહયોગને ફગાવવામાં ઉતાવળ દેખાડવાનો પણ આરોપ લગાવ્યો છે.
રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટ સાંસદો વચ્ચે સરહદ પર દીવાલ બનાવવાના વિવાદાસ્પદ પ્રસ્તાવને લઈને રેકોર્ડ 35 દિવસ સુધી ગતિરોધ ચાલ્યો. જેના કારણે સરકારનું કામકાજ આંશિક રીતે ઠપ થઈ ગયું હતું. આ કારણે ટ્રમ્પનું સંબોધન પણ સ્થગિત કરવું પડ્યું. આ સંબોધન અગાઉ 29 જાન્યુઆરીએ થવાનું હતું. ગતિરોધ દરમિયાન ડેમોક્રેટિક પાર્ટીનું નેતૃત્વ સદનના અધ્યક્ષ નૈન્સી પેલોસી કરી રહ્યાં હતાં.
'ઉરી'એ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી નાખી, હુમલાની આશંકાથી ફફડી રહ્યો છે પાડોશી દેશ
ટ્રમ્પે સ્ટેટ ઓફ યુનિયન સંબોધનની શરૂઆતમાં કોંગ્રેસમાં કહ્યું કે આપણે વેર, પ્રતિકાર અને પ્રતિશોધનું રાજકારણ ફગાવવું પડશે. તેમણે દાવો કર્યો કે તેઓ પોતાના સંબોધનમાં અમેરિકાનો એજન્ડા રજુ કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકામાં આર્થિક ચમત્કાર થઈ રહ્યો છે અને જે ચીજો તેને રોકી શકે છે તે છે મૂર્ખતાપૂર્ણ યુદ્ધ, રાજકારણ કે હાસ્યાસ્પદ પક્ષપાતપૂર્ણ તપાસ. તેમણે કહ્યું કે ગેરકાયદે પ્રવાસીઓને સહન કરવા એ દયા નહીં પરંતુ ક્રુરતા છે.
તેમણે કહ્યું કે આપણી દક્ષિણી સરહદ પર અરાજકતાની સ્થિતિ તમામ અમેરિકીઓની સુરક્ષા અને નાણાકીય સ્થિતિ માટે જોખમ છે. આપણા નાગરિકોની જીંદગીઓ અને નોકરીઓની રક્ષા કરનારી ઈમિગ્રેશન સિસ્ટમ બનાવવી એ આપણું નૈતિક કર્તવ્ય છે. ટ્રમ્પે કહ્યું કે તેમાં આજે અહીં રહેતા લાખો પ્રવાસીઓ માટે આપણું કર્તવ્ય સામેલ છે જે આપણા નિયમોનું પાલન કરે છે અને કાયદાનું સન્માન કરે છે. કાયદેસર પ્રવાસીઓ દ્વારા આપણું રાષ્ટ્ર સમૃદ્ધ બને છે અને આપણો સમાજ મજબુત થાય છે. ટ્રમ્પે કહ્યું કે હવે દુનિયાને એ દેખાડવાનો સમય છે કે અમેરિકા ગેરકાયદેસર પ્રવાસીઓ, ડ્રગ દાણચોરો અને માનવ તસ્કરોને રોકવા માટે પ્રતિબદ્ધ છે.
(ઈનપુટ- ભાષા)