વિદેશમાં વસવું છે? આ અદભૂત સૌંદર્ય ધરાવતા દેશમાં એક ડોલરમાં ખરીદી શકાય છે ફ્લેટ
એકબાજુ ભારત અને ચીન જેવા દેશો જ્યાં વધતી વસ્તીને રોકવા માટે સતત પ્રયત્નશીલ છે ત્યાં યુરોપ અને ઈટાલીના શહેરોની વસ્તી વધારવા માટે ત્યાંની સરકાર લોકોને અજીબ ઓફર કરી રહી છે.
નવી દિલ્હી: એકબાજુ ભારત અને ચીન જેવા દેશો જ્યાં વધતી વસ્તીને રોકવા માટે સતત પ્રયત્નશીલ છે ત્યાં યુરોપ અને ઈટાલીના શહેરોની વસ્તી વધારવા માટે ત્યાંની સરકાર લોકોને અજીબ ઓફર કરી રહી છે. ઈટાલીના એક ખુબસુરત શહેર સેમબુકા (Sambuca) ની વસ્તી એટલી ઓછી થઈ ગઈ છે કે ત્યાંનું સ્થાનિક પ્રશાસન આ શહેરમાં લોકોને વસાવવા માટે કોડીના ભાવે ઘર વેચી રહ્યું છે. જો તમે ઈચ્છો તો આજની તારીખમાં આ શહેરમાં એક ડોલર એટલે કે લગભગ 70 રૂપિયા ચૂકવીને ફ્લેટ ખરીદી શકો છો. એટલે કે ભારતમાં જેટલા પૈસામાં તમે પિઝા ખરીદી શકો કે કોઈ સારા કોફી હાઉસમાં એક કપ કોફી પી શકો તેનાથી પણ ઓછી કિંમતમાં ઈટાલીના આ સેમબુકા શહેરમાં ઘરી ખરીદી શકો છો. ખુબ જ સુંદર, સમુદ્ર તટ તથા પહાડીઓથી ઘેરાયેલા આ શહેરની વસ્તી એટલી ઓછી થઈ ગઈ છે કે શહેરના પ્રશાસને વસ્તી વધારવા માટે મજબુરીમાં આવા પગલાં લેવા પડે છે.
અમેરિકી ટીવી ચેનલ સીએનએનના રિપોર્ટ મુજબ સેમબુકામાં રહેતા મોટા ભાગના લોકો રોજગાર કે અન્ય કારણોસર અન્ય શહેરોમાં શિફ્ટ થઈ ગયા છે. આ જ કારણે શહેરની વસ્તી ખુબ જ ઓછી થઈ ગઈ છે. જેના કારણે શહેરનું પ્રશાસન હવે બહારના લોકોને સેમબુકામાં વસાવવા માટે નવી યોજનાઓ અમલમાં મૂકી રહ્યું છે. સેમબુકાના ડેપ્યુટી મેયર Giuseppe Cacioppoએ સીએનએનને જણાવ્યું કે ઈટાલીના અનેક બીજા શહેરોએ આ યોજનાનો વિરોધ કર્યો છે. તેઓ તેને ફક્ત પ્રચાર માટેની રીત ગણાવી રહ્યાં છે. પરંતુ સેમબુકામાં ખરેખર માત્ર એક ડોલરમાં ઘર વેચાઈ રહ્યા છે. ડેપ્યુટી મેયરે કહ્યું કે કોઈ પણ ઘરના વેચાણ કે ખરીદમાં વચેટીયાની ભૂમિકા નથી. જો ઘર ખરીદવું હોય તો તેઓ સીધા જ માલિક સાથે સંપર્ક કરી શકે છે.
વ્યવસાયે ટુરિસ્ટ કાઉન્સિલર અને સેમબુકાના ડેપ્યુટી મેયર Giuseppe Cacioppoએ સીએનએનને જણાવ્યું કે ફક્ત એક ડોલરમાં ઘર ખરીદવાની સાથે સાથે કેટલીક સામાન્ય શરતો પણ છે. જેનું પાલન ઘર ખરીદનારાઓએ કરવું પડશે. સીએનએનના રિપોર્ટ મુજબ સેમબુકામાં ઘર ખરીદનારાઓ માટે પહેલી શરત એ છે કે તેમણે 3 વર્ષમાં ખરીદેલા ઘરની મરમ્મત કરવી પડશે. આ માટે ઓછામાં ઓછા 15 હજાર ડોલર ખર્ચવા પડશે. જ્યાં સુધી ઘરની મરમ્મત ન થાય ત્યાં સુધી ખરીદનારે 5 હજાર ડોલરની સિક્યુરિટી ડિપોઝીટ પણ જમા કરાવવી પડશે. જો કે ઘરની મરમ્મતવાળી શરત પૂરી થયા બાદ સિક્યુરિટી ડિપોઝીટ પાછી આપી દેવામાં આવશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...