રોમઃ ઈટાલીમાં સંશોધકોને એક વિચિત્ર કિસ્સો જોવા મળ્યો છે. અહીં એક વ્યક્તિ મંકીપોક્સ, કોરોના વાયરસ અને HIVથી એક સમયે સંક્રમિત થયો છે. જાણકારી પ્રમાણે ત્રણેય વાયરસ નવા છે અને સ્પેનની એક યાત્રા બાદ તે સંક્રમિત થયો છે. દર્દી 36 વર્ષનો એક ઇટાલિયન નાગરિક છે. સ્પેનની 5 દિવસની યાત્રામાંથી પરત આવ્યાના 9 દિવસ બાદ તેને તાળ, ગળામાં ખારાશ, થાક, માથામાં દુખાવો અને કમરમાં સોજાની સમસ્યા જોવા મળી હતી. તેણે એક પુરૂષ સાથે કોન્ડોમ વગર સંબંધ બનાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જર્નલ ઓફ ઇનફેક્શનમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે લક્ષણોના ત્રણ દિવસ બાદ તે કોરોના વાયરસથી સંક્રમિત મળ્યો છે. જાન્યુઆરીમાં આ વ્યક્તિ વેક્સીન લીધાના થોડા દિવસ બાદ કોરોનાથી સંક્રમિત થયો હતો. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેના હાથમાં એક દાણો જોવા મળ્યો અને થોડા સમયમાં તેના શરીરમાં ફોલ્લીઓ ફેલાઈ ગઈ. ત્યારબાદ તેને સિસિલીના પૂર્વ કિનારાના કૈટેનિયા શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો.


આ પણ વાંચોઃ આ દેશના પ્રધાનમંત્રીને ભારે પડી ડાન્સ પાર્ટી! વીડિયો વાયરલ થતા કરાવવો પડ્યો ડ્રગ્સનો ટેસ્ટ!


થોડા ગિવસ પહેલા HIV સંક્રમિત થયો વ્યક્તિ
હોસ્પિટલમાં તેના ઉપર ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તે મંકીપોક્સ, કોરોના વાયરસ અને HIV પોઝિટિવ મળ્યો હતો. HIV ની વિસ્તૃત તપાસ કરતા જાણવા મળ્યું કે તે હાલમાં સંક્રમિત થયો છે. લગભગ એક સપ્તાહ બાદ કોરોના અને મંકીપોક્સથી સાજા થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. કૈટેનિયા યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે આ કેસ દેખાડે છે કે કોરોના અને મંકીપોક્સ વાયરસના લક્ષણ કેવી રીતે એકબીજા પર હાવી થઈ શકે છે. 


સંશોધકોએ કહ્યું કે આ એકમાત્ર કેસ છે જેમાં મંકીપોક્સ, કોરોના વાયરસ અને HIV ત્રણેય  સંક્રમણ એક સાથે મળ્યા છે. તેમણે કહ્યું કે તે વાતના કોઈ પૂરાવા નથી, જે તે દર્શાવે કે ત્રણેય વાયરસ એકસાથે થવા પર ગંભીર સ્થિતિ પેદા થઈ શકે છે. પરંતુ સંશોધકોએ કહ્યું કે જે પ્રમાણે દુનિયામાં મંકીપોક્સના કેસ વધી રહ્યાં છે તે જોવા આ વાયરસ વિશે માહિતી મેળવવી જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube