ઇટાલીમાં કોરોનાનો કહેર યથાવત, મૃત્યુઆંક 10 હજારને પાર પહોંચ્યો
ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વના ઘણા દેશોમાં કહેર મચાવ્યો છે. કોરોનાને કારણે ઇટાલીમાં સૌથી વધુ મોત થયા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ ભારત જ નહીં વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તાજા જાણકારી પ્રમાણે ઇટાલીમાં કોરોનાથી મૃત્યુઆંક 10 હજારને પાર પહોંચી ગયો છે. કોરોનાનો જે પ્રકોપ ઇટાલીમાં જોવા મળ્યો છે, તે વિશ્વના અન્ય દેશમાં જોવા મળ્યો નથી. ત્યાં સુધી કે જે ચીનના વુહાન શહેરથી આ મહામારી ફેલાઇ ત્યાં પણ મોતનો આંકડો 3177 જ છે.
હાલની માહિતી પ્રમાણે વિશ્વમાં કુલ 29,848 લોકોની જિંદગી કોરોના વાયરસે લઈ લીદી છે. ઇટાલીમાં 10023 લોકો આ મહામારીનો શિકાર બની ચુક્યા છે. તમને જણાવી દઈએ કે આ મોતના મામલામાં આ આંકડા સાથે ઇટાલી વિશ્વમાં ટોપ પર છે. ત્યારબાદ સ્પેનમાં જ્યાં કોરોનાને કારણે 5812 લોકોના જીવ ગયા છે. ત્રીજા નંબર પર ચીન છે, જ્યાં 3177 લોકોના મોત થયા છે. ચોથા નંબર પર 2517 મોતની સાથે ઇરાન ચોથા અને 1955 મોતની સાથે ફ્રાન્સ પાંચમાં સ્થાને છે.
અમેરિકામાં કોરોનાના સૌથી વધુ કેસ
જો વાત કોરોના પોઝિટિવ કેસોની કરીએ તો વિશ્વમાં અત્યાર સુધી 6,40,589 દર્દીઓ સામે આવ્યા છે. તેમાં સૌથી વધુ કેસ અમેરિકામાં સામે આવ્યા છે. અમેરિકામાં દર્દીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી ગઈ છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે અમેરિકામાં 1 લાખ 12 હજાર કરતા કેસ નોંધાયા છે. ત્યારબાદ ઇટાલીમાં 92 હજાર કરતા વધુ મામલા સામે આવ્યા છે. ત્યારબાદ ચીનનો નંબર આવે છે, જ્યાં અત્યાર સુધી 82 હજાર જેટલા પીડિતો સામે આવ્યા છે.
કોરોના વાયરસઃ ભારતને 2.9 મિલિયન ડોલરની આર્થિક મદદ કરશે અમેરિકા
ચીનમાં સ્વસ્થ થયા સૌથી વધુ પીડિતો
જો વાત કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોના આંકડાની કરીએ તો વિશ્વમાં અત્યાર સુધી 1,37,270 લોકો આ મહામારી સામે લડીને વિજયી બન્યા છે. આ યાદીમાં સૌથી ઉપર ચીનનો નંબર આવે છે, જ્યાં 62098 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. બીજા નંબર પર ઇટાલીનો નંબર આવે છે, જ્યાં 12384 લોકો સ્વસ્થ થયા છે. ત્રીજા નંબર પર સ્પેન છે, ત્યાં 12,285 દર્દીઓ સ્વસ્થ થયા છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube