યુરોપના આ દેશમાં લોકડાઉન ખુલતા જ લોકો ડિક્શનરી ખરીદવા દોડ્યા, આખો દેશ શોધે છે આ શબ્દનો અર્થ
ભારતમાં તો લોકડાઉનને 17 મે સુધી વધારી દેવામાં આવ્યું છે પરંતુ યૂરોપમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશ ઇટાલીમાં લોકડાઉનમાં છુટ આપવાની જાહેરાત કરી છે. ઇટાલિયન વડાપ્રધાન ગ્યુસેપ કોંતેએ જ્યારે કહ્યું કે, સરકાર કોરોના વાયરસ સંક્રમણના કારણે આશરે 8 અઠવાડીયાથી ચાલી રહેલા લોકડાઉનથી દેશનાં કેટલાક હિસ્સાઓમાં છટ આપશે તો જાહેરાતથી ખુશ ઇટાલીવાસી અચાનક જ શબ્દકોશમાં કેટલાક નવા શબ્દો શોધવા લાગ્યા.
રોમ : ભારતમાં તો લોકડાઉનને 17 મે સુધી વધારી દેવામાં આવ્યું છે પરંતુ યૂરોપમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશ ઇટાલીમાં લોકડાઉનમાં છુટ આપવાની જાહેરાત કરી છે. ઇટાલિયન વડાપ્રધાન ગ્યુસેપ કોંતેએ જ્યારે કહ્યું કે, સરકાર કોરોના વાયરસ સંક્રમણના કારણે આશરે 8 અઠવાડીયાથી ચાલી રહેલા લોકડાઉનથી દેશનાં કેટલાક હિસ્સાઓમાં છટ આપશે તો જાહેરાતથી ખુશ ઇટાલીવાસી અચાનક જ શબ્દકોશમાં કેટલાક નવા શબ્દો શોધવા લાગ્યા.
આનંદો : પાન-મસાલા, સિગરેટ અને તંબાકુના વેચાણને પરવાનગી, સરકારે આ શરત સાથે આપી છુટ
કોંતેએ જાહેરાત કરી કે ચાર મેથી ઇટાલીનાં લોકોને પોતાના કોન્જ્યૂનિટીની સાથે પોતાનાં ગૃહક્ષેત્રમાં ફરવા માટે યાત્રાની પરવાનગી હશે. કોન્જ્યુનિટી ઔપચારિક ઇટાલવી શબ્દ છે જેનો અર્થ કાંતો સંબધિઓ, સંબંધી અથવા પ્રીયજન થાય છે. બંધ દરમિયાન ઇટાલિયન લોકોને જરૂરી સેવા તથા રેશનની ખરીદી જેવા મહત્વપુર્ણ કામો માટે જ ઘરમાંથી બહાર નિકળવા માટેની પરવાનગી આપી છે.
લોકડાઉન 3.0: ટ્રેન-પ્લેન-મેટ્રો રહેશે બંધ, આટલી બાબતોને સરકારે આપી છુટ
બંધ દરમિયાન ઇટાલિયન લોકોને જરૂરી સેવાઓ અથવા રાશનની ખરીદી જેવા મહત્વપુર્ કામો માટે જ ઘરેથી નિકળવા માટેની પરવાનગી આપી છે. એવામા અનેક અઠવાડિયાઓથી ઘરમાં રહીને બોર થઇ ચુકેલા ઇટાલિયન નાગરિકોએ સ્પષ્ટીકરણ માંગ્યું. કોણ એવા સંબંધિ ? કયા સંબંધિ કયા દુરના સંબંધિ ભાઇ બહેન સ્વજન હોઇ શખે છે. શું સાળો જીજાજી કે અન્ય સંબંધીઓ આ વર્તુળમાં આવશે? એવામાં અચાનક જ ડિક્શનરીમાં કોનજ્યૂનિટી શબ્દનો અર્થ શોધવા માટેની ખાસ્સુ પ્રમાણ જોવા મળ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube