ઈટલીના વડાપ્રધાન પદ પર નિયુક્ત થયેલા જેસેપે કોંટે સરકાર બનાવવાનો દાવો કરવા માટે ટેક્સીથી ગયા. જે જોઈને ભલભલા સ્તબ્ધ થઈ ગયાં. ઈટલીની એક ટીવી ચેનલ તરફથી જારી કરવામાં આવેલા વીડિયોમાં કોંટે ટેક્સીથી રાષ્ટ્રપતિ ભવન પહોંચતા જોવા મળી રહ્યાં છે. ત્યારબાદ તેઓ ટેક્સીનું ભાડુ પોતે આપીને દરવાજો ખોલીને અંદર જાય છે. ત્યાં હાજર સુરક્ષાકર્મી તેમને સેલ્યુટ કરે છે પરંતુ ગાડીનો દરવાજો ખોલતો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

53 વર્ષના કોંટે વ્યવસાયે પ્રોફેસર છે અને તેમને રાજકારણનો કોઈ અનુભવ નથી. પરંતુ દેશમાં લગભઘ ત્રણ મહિના સુધી ચાલેલી રાજકીય ઉથલપાથલ બાદ દક્ષિણપંથી પાર્ટીએ તેમને વડાપ્રધાન પદ માટે નોમિનેટ કર્યા હતાં. ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમત મળ્યો નહતો. તેના લીધે ખુબ જોડતોડ બાદ કોંટેને પસંદગી થઈ. જો કે હજુ પણ તેમની શિક્ષાને લઈને સવાલ ઉઠ્યા છે.



તેમણે રિઝ્યુમમાં લખ્યું છે કે તેમણે વર્ષ 2008થી 2012 સુધી ન્યૂયોર્ક યુનવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. પરંતુ ન્યૂયોર્ક યુનિવર્સિટીએ તેનો ઈન્કાર કર્યો છે. યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું કે તેમના રેકોર્ડમાં આવું કોઈ નામ નથી. ટેક્સીમાં આવવા પાછળના તર્ક વિશે કોંટેને ઓળખનારા લોકોનું કહેવું છે કે આ તેમનું સિંપલ જેસ્ચર હતું, કોઈ મોટો સંદેશો આપવાનો તેમનો ઈરાદો નહતો.