Jailer Prisoner Love: અફઘાનિસ્તાનની જેલથી એક રોચક કહાની સામે આવી છે. અહીંના જેલરનું દિલ તે જ જેલમાં બંધ એક ખુબસુરત પાકિસ્તાની કેદી પર એવું આવ્યું કે તેની સાથે લગ્ન કરવા માટે જેલરે તમામ હદો પાર કરી નાંખી. હવે અફગાનિસ્તાનમાં આ જેલરની જોરદાર થૂ-થૂ થઈ રહી છે. કહેવાય છે કે આ જેલર અને કેદીની વન સાઈડેડ લવ સ્ટોરી કોઈ ફિલ્મની કહાનીથી ઓછી ઉતરતી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેમીની સાથે ભાગીને અફગાનિસ્તાન આવી હતી યુવતી
પાકિસ્તાનની 21 વર્ષની યુવતી પોતાના પ્રેમીની સાથે ભાગીને અફઘાનિસ્તાન પહોંચી ગઈ. જોકે, અફઘાનિસ્તાનમાં નિકાહ કર્યા વહર કોઈની સાથે રહેવું ગુનો છે. જેના કારણે યુવતી અને તેના પ્રેમીની ઘરપકડ કરીને જેલમાં બંધ કરી દેવામાં આવી. પરંતુ પાકિસ્તાની યુવતી અહીં જ ફસાઈ ગઈ.


પાકિસ્તાની કેદીની ખુબસુરતી પર આવ્યું દિલ
જોકે, અફઘાનિસ્તાનના નંગરહાર પ્રદેશની જેલ નિદેશક મુક્તદા હાફિજ નસીરૂલ્લાહ જ્યારે પ્રદેશની જેલોનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે તેની નજર આ પાકિસ્તાની મહિલા કેદી પર પડી. 21 વર્ષની આ ખુબસુરત પાકિસ્તાની યુવતી પર જેલરનું દિલ એવું આવ્યું કે તેમણે તાત્કાલિક નિકાહની રજૂઆત કરી નાંખી. પરંતુ મહિલા કેદીએ નિકાહ કરવાનો ઈનકાર કરી દીધો.


જેલરે યુવતીના પ્રેમીને છોડ્યો
ત્યારબાદ જેલરની સામે મોટો પડકાર હતો યુવતીનો પ્રેમી. તેણે વિચાર્યું કે જો તેણે રસ્તામાંથી હટાવી દેવામાં આવે તો તે જેલમાંથી પાકિસ્તાની યુવતીને કાઢીને તેની સાથે જબરદસ્તી લગ્ન કરી શકે છે. ત્યારે જેલરે અન્ય જેલમાં બંધ યુવતીના પ્રેમીને શોધ્યો અને તેની સાથે જોરદાર મારપીટ કરી. પછી યુવકને તે શરત પર જેલમાંથી મુક્ત કરી દીધો કે તે કોઈને એવું ના જણાવે કે તેની સાથે કોઈ પાકિસ્તાની યુવતી આવી છે. પોતાના જીવના ડરથી પ્રેમીએ જેલરની શરત માની લીધી. પછી જેલના વડાએ મહિલા કેદીને કહ્યું કે તેનો પ્રેમી ભાગી ગયો છે, તેથી હવે તેણે તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ.


બળજબરીથી લગ્ન કર્યા, પછી થયું અપમાન
પાકિસ્તાની યુવતી ત્યારપછી પણ રાજી ન થઈ એટલે જેલરે તેની સાથે બળજબરીથી લગ્ન કરી લીધા અને તેને જેલમાંથી બહાર કાઢીને જલાલાબાદમાં ભાડાના મકાનમાં રાખી. પરંતુ એક અઠવાડિયામાં આ સમાચાર લીક થઈ ગયા અને પછી જેલરનું જીવન મુશ્કેલીમાં આવી ગયું.


સૌથી પહેલા અફઘાન તાલિબાનની સૂચના અને સંસ્કૃતિ નિર્દેશાલયે આ મામલે તપાસ હાથ ધરી. જ્યારે આરોપો સાચા જણાયા ત્યારે જેલના વડા મુક્તદા હાફિઝ નસીરુલ્લાને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. પરંતુ તાલિબાન પ્રશાસનના અધિકારીઓ આ રીતે જબરદસ્તી લગ્ન કરાવતા રહે છે, તેથી આ મામલે જેલર વિરુદ્ધ કોઈ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.