Jaishankar warns Pakistan: ભારતે શનિવારે પાકિસ્તાનને ચેતવણી આપતા ક હ્યું કે સરહદ પાર આતંકવાદની પાડોશી દેશની નીતિ ક્યારેય સફળ થશે નહીં અને તેના કૃત્યોના નિશ્ચિત રીતે પરિણામ મળશે. વિદેશ મંત્રી જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 79માં સત્રને સંબોધિત કરતા કહ્યું કે અનેક દેશ પોતાના નિયંત્રણથી અલગ પરિસ્થિતિના કારણે પાછળ છૂટી જાય છે પરંતુ કેટલાક દેશ જાણી જોઈને એવા નિર્ણય લે છે કે જેના પરિણામ વિનાશકારી આવે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ આપણો પાડોશી દેશ પાકિસ્તાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનનું નામ લઈને સંભળાવી દીધુ
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન જમ્મુ કાશ્મીરનો મુદ્દા ઉઠાવવાની અને પાકિસ્તાની રાજનયિક તરફથી જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરાયાના એક દિવસ બાદ જયશંકરે તેમના પર આકરો પ્રહાર કરતા મહાસભામાં કહ્યું કે ઈસ્લામાબાદના ખરાબ કર્મોની અસર દેશો, ખાસ કરીને પાડોશ ઉપર પણ પડે છે. તેમણે ક હ્યું કે જ્યારે આ રાજનીતિ પોતાના લોકોમાં આ પ્રકારની કટ્ટરતા પેદા  કરે છે તો તેની જીડીપીને ફક્ત કટ્ટરપંથ અને આતંકવાદના રૂપમાં તેના નિકાસના સંદર્ભમાં જ માપી શકાય છે. 


જયશંકરે પાકિસ્તાનની આકરી ટીકા કરતા કહ્યું કે આજે અમે જોઈ રહ્યા છીએ કે બીજા પર જે મુસીબત લાવવાની કોશિશ તેણે (પાકિસ્તાને) કરી, તે તેમના પોતાના સમાજને ગળી રહી છે. તે દુનિયાને દોષ આપી શકે નહીં. આ ફક્ત કર્મ છે. 


તેમણે કહ્યું કે બીજાની ભૂમિ પર કબજો જમાવનારા એક નિષ્ફળ રાષ્ટ્રને ઉજાગર કરવો જોઈએ અને તેનો મુકાબલો કરવો જોઈએ. જયશંકરે કહ્યું કે, અમે કાલે આ મંચ પર કેટલીક અજીબોગરીબ વાતો સાંભળી. આથી હું ભારતની સ્થિતિને સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરવા માંગુ છું. પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ થશે નહીં અને તેના સજાથી બચવાની કોઈ આશા નથી. તેના વિપરિત કૃત્યોના નિશ્ચિત રીતે પરિણામ આવશે. 


તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે ફક્ત એક જ મુદ્દો ઉકેલવાનો બાકી છે કે પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબ્જાવેલો ભારતીય વિસ્તાર ખાલી કરે અને આતંકવાદ પ્રત્યે પોતાના દીર્ઘકાલિક જોડાણને તિલાંજલી આપે. જયશંકરે એ પણ કહ્યું કે આતંકવાદ વિશ્વની તમામ માન્યતાઓથી વિપરિત છે. તેમણે કહ્યું કે તેના તમામ રૂપો અને અભિવ્યક્તિઓનો દ્રઢતાથી વિરોધ કરવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદીઓ પર પ્રતિબંધ લગાવવામાં પણ રાજનીતિક કારણોસર વિધ્ન નાખવું જોઈએ નહીં. 


અત્રે જણાવવાનું કે જયશંકરની આ ટિપ્પણી પાકિસ્તાનના મિત્ર ચીન દ્વારા ભારત અને અમેરિકા જેવા તેના સહયોગીઓ તરફથી 1267 હેઠળ પાકિસ્તાનમાં હાજર આતંકવાદીઓને આતંકવાદી જાહેર કરવા માટેના પ્રસ્તાવો પર વારંવાર અડિંગો જમાવવાના બેકગ્રાઉન્ડમાં આવી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફે શુક્રવારે સામાન્ય સભાને સંબોધિત કરતા જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પોતાના 20 મિનિટથી વધુના ભાષણમાં કલમ 370 અને હિજબુલ આતંકી બુરહાન વાણીનો ઉલ્લેખ કર્યો હતો.