Japan News: સામાન્ય રીતે જ્યારે વિદેશ ફરવા જઈએ ત્યારે મુસાફરી પહેલા ખુબ તૈયારીઓ કરવી પડતી હોય છે. સૌથી મોટો સવાલ એ હોય છે કે પોતાની સાથે કેટલો સામાન લઈ જઈ શકાય. આપણા સામાનમાં કપડાંનો જ મોટો હિસ્સો હોય છે. પરંતુ જો મુસાફરી વખતે કપડાં લઈને જવાના ન હોય તો પછી સામાન કેટલો ઓછો થઈ જાય? માટે જ તમે જો જાપાન ફરવા જવાનો પ્રોગ્રામ કરવાના હોય તો આમ બની શકે તેમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે જાપાન એરલાઈન્સ (જેએએલ) એ ભાડા પર કપડાં આપવાનો એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ જાપાન જનારા મુસાફરોને ખુબ જ ઓછા સાાન સાથે હળવી યાત્રા કરવા અને તેમના આગમન પર એરલાયન્સ પાસેથી કપડાં ભાડે લેવાની તક આપે છે. જાપાન એરલાઈન્સ અને જાપાનની અગ્રણી વેપારી કંપનીઓમાંથી એક સુમિતોમો કોર્પોરેશને એવા લોકો માટે 'એની વેયર, એની વ્હેર' ટ્રાયલ પ્રોગ્રામ શરૂ કર્યો છે જે જેએએલ સંચાલિત ફ્લાઈટ્સનો ઉપયો કરે છે અને 'પર્યાવરણીય મૂલ્ય'ને સમજે છે. 


કેવી રીતે કામ કરશે આ નવી સ્કીમ?
જાપાન જનારા મુસાફરો પોતાની યાત્રા નિર્ધારિત હોવાના એક મહિના પહેલા 'એની વેયર, એની વ્હેર' રિઝર્વેશન સાઈટના માધ્યમથી પોતાના કપડાં બુક કરાવી શકે છે. એરલાઈન્સના જણાવ્યાં મુજબ કપડાં પિકઅપ તિથિના બે સપ્તાહની અંતર પાછા કરી દેવા પડશે. ત્યારબાદ વિઝિટર્સ રિઝર્વેશન પર જઈ શકે છે અને ઉપલબ્ધ સ્ટોકમાંથી સૌથી સારા કપડાં પસંદ કરી શકે છે. જે તેમના પ્રવાસના ઉદ્દેશ્ય અને હવામાન અનુરૂપ હોય. 


ત્યારબાદ મુસાફરોએ પોતાની ફ્લાઈટ બુકિંગ સંખ્યા, પિકઅપ અને રિટર્નની તારીખો, પોતાનું ડેસ્ટિનેશન- જ્યાંથી તેઓ કપડાં લેશે- નોંધાવવું પડશે અને ચૂકવણી કરવાની રહેશે. મુસાફરો હલવા સામાન સાથે મુસાફરી કરશે એટલે એરલાઈન્સ તેમની હોટલોથી ડિલિવરી અને પિક અપ સુનિશ્ચિત કરશે. 


એરલાઈન્સના જણાવ્યાં મુજબ ટ્રાયલ પ્રોગ્રામ 31 ઓગસ્ટ 2024 સુધી 14 મહિના સુધી ચાલશે. કાર્યક્રમ હેઠળ મુસાફરો તમામ ઋતુ માટે પુરુષો અને મહિલાઓ માટે કેઝ્યુઅલ અને સ્માર્ટ કેઝ્યુઅલ કપડાં બુક કરાવી શકે છે. કપડાંની કિંમત લગભગ $28 (2,296.13 INR) થી શરૂ થાય છે. 


યોજના અંગે શું કહેવું છે કે જેએએલનું?
જેએએલના જણાવ્યાં મુજબ આ સ્કીમ એક એવું વાતાવરણ બનાવવા માટે ડિઝાઈન કરાઈ હતી જ્યાં મુસાફરોને પોતાના કપડાં, ભોજન અને ઘરના તમામ પહેલુઓ માટે સ્થાનિક વિકલ્પોના ઉપયોગની તક મળી શકે, જેનાથી મુસાફરી અને બિઝનેસ ટ્રિપને વધુ ટકાઉ, અનુભવોમાં ફેરવવામાં આવી શકે. 


ભાડા માટે ઉપલબ્ધ કપડાં 'સર્ક્યુલર મની', અવધારણાને પ્રોત્સાહન આપવા માટે એરલાઈન્સ દ્વારા વધારાના પરિધાન સ્ટોક અને પૂર્વ સ્વામિત્વવાળા કપડાથી ખરીદાશે. એરલાઈન્સે કહ્યું કે તે મુસાફરોના ચેક ઈન કરાયેલા સામાનના વજનમાં ફેરફારની નિગરાણી કરશે અને આ સર્વિસના ઉપયોગને કારણે પ્લેનમાં વજનની કમીથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં કમીના પ્રભાવને ચકાસશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube