ટોક્યોઃ જાપાનમાં કોરોના વાયરસના વધતા કેસને રોકવા માટે સરકારે 31 ઓગસ્ટ સુધી ઇમરજન્સીની જાહેરાત કરી છે. આ ઇમરજન્સી ટોક્યો, સૈતામા, ચિબા, કાનાગાવા, ઓસાકા અને ઓકિનાવા પ્રાન્ત પર લાગૂ થશે. આ રાજ્યો સિવાય હોક્કાઇડો, ઇશિકાવા, ક્યોટો, હ્યોગો અને ફુકુઓકા પ્રાન્તમાં પણ કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટ પ્રાથમિકતાના આધાર પર ઉપાયોને લાગૂ કરવામાં આવશે. આ સમયે ટોક્યોમાં ઓલિમ્પિક ગેમ્સ ચાલી રહી છે, જેમાં વિશ્વભરના હજારો ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાપાની પ્રધાનમંત્રી કાર્યાલયે કર્યુ ટ્વીટ
જાપાનના પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કરી જણાવ્યું કે જાપાન સરકારે 31 ઓગસ્ટ સુધી ટોક્યો, સૌતામા, ચિબા, કાનાગાવા, ઓસાકા અને ઓકિનાવા પ્રાન્તોમાં ઇમરજન્સીની સ્થિતિની જાહેરાત કરી રહી છે. આ સિવાય હોક્કાઇડો, ઇશિકાવા, ક્યોટો, હ્યોગો અને ફુકુઓકા પ્રાન્તોમાં કોરોનાનો પ્રસારક રોકવા માટે પ્રાથમિકતાના ઉપાયોને લાગૂ કરે છે. ટોક્યો અને ઓકિનાવામાં પ્રથમ જ ઇમરજન્સી લાગૂ છે જે 22 ઓગસ્ટે ખતમ થવાની છે.


આ પણ વાંચોઃ ભારત વિરુદ્ધ યુદ્ધની થઈ રહી છે તૈયારી! ચીને તિબ્બતના લોકોને આપ્યો આ મોટો આદેશ


જાપાનમાં કોરોનાનો કહેર રેકોર્ડ લેવલ પર
જાપાની મીડિયા એનએચકે વર્લ્ડે જણાવ્યું કે સરકારે આ નિર્ણય દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના કેસને જોતા લેવામાં આવ્યો છે. ટોક્યો મેટ્રોપોલિટન સરકારે 29 જુલાઈએ 3865 નવા કેસની પુષ્ટિ કરી હતી, જ્યારે જાપાનમાં તે દિવસે 10699 નવા કેસ સામે આવ્યા હતા. આ બંને આંકડા મહામારીની શરૂઆત થયા બાદ સૌથી વધુ છે. સરકારના તમામ સાવચેતી ઉપાયો છતાં જાપાનમાં કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી રહી નથી. 


જાપાની પ્રધાનમંત્રીએ આપી જાણકારી
જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગાએ કહ્યુ કે 31 ઓગસ્ટ સુધીના સમયગાળા માટે, અમે ટોક્યો, સૈતામા, ચિબા, કાનાગાવા, ઓસાકા અને ઓકિવાના પ્રાન્તોમાં ઇમરજન્સીની જાહેરાત લાગૂ કરવા અને હોક્કાઇડો, ઇશિકાવા, ક્યોટો, હ્યોગો અને ફુકુઓકા પ્રાન્તમાં બીમારીનો પ્રસાર રોકવા માટે પ્રાથમિકતાના ઉપાયોને લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


પેરાઓલિમ્પિક ગેમ્સને જોતા લેવામાં આવ્યો નિર્ણય
રિપોર્ટ અનુસાર ટોક્યો અને ઓકિનાવામાં પહેલાથી જારી ઇમરજન્સી 22 ઓગસ્ટે પૂરી થવાની હતી. આ પ્રતિબંધોને ઓલિમ્પિક અને Obon holiday ને ધ્યાનમાં રાખી લાગૂ કરવામાં આવ્યો છે. પરંતુ હવે ફરી વધી રહેલા કેસને કારણે સ્થિતિ બગડી છે. હવે ઓલિમ્પિકની સમાપ્તિ બાદ ટોક્યોમાં પેરા ઓલિમ્પિક ગેમ્સ થવાની છે, જે 24 ઓગસ્ટથી શરૂ થઈ 5 સપ્ટેમ્બર સુધી ચાલશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube