Japan EX PM Shinzo Abe Assassination: જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેના હત્યારાએ હેન્ડમેડ શોટગનનો ઉપયોગ કર્યો હતો, જેને તેણે 3D પ્રિંટિંગ ટેક્નોલોજી સાથે બનાવી હશે. જોકે આ વિશે હજુ સુધી કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નથી. સ્થાનિક મીડિયાએ શિંજો આબેના હત્યારાની ઓળખ 41 વર્ષીય તેત્સુયા યામાગામીના રૂપમાં કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે દેશની નૌસેનામાં કામ કરી ચોક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફૂટેજમાં જોવા મળી રહી છે ગનની ઝલક
મીડિયા રિપોર્ટના અનુસાર હુમલાની જગ્યાએ જે ફૂટેજ લેવામાં આવ્યા છે. તેમાં જોઇ શકાય છે કે ગનમાં ધાતુનું બેરલ બનેલું હતું, જેને કાળી ટેપથી ચોંટાડવામાં આવ્યું છે. તપાસકર્તાઓ દ્રારા બંદૂકનું વિશ્લેષણ કર્યા બાદ આ હેન્ડમેડૅ ગનની સટીક ઓપરેશન અને ફાયરિંગ રેંજનો ખુલાસો થવાની સંભાવના છે. 


બ્રિટનમાં સંભળાવવામાં આવી છે સજા
તમને જણાવી દઇએ કે લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓ માટે, 3D પ્રિંટરથી બનેલી બંદૂકોનો ઉપયોગ કરવનાર લોકો સાથે જોડાયેલા ખતરાની ચર્ચા કરવામાં આવી છે. જૂન 2019 માં બ્રિટનમાં એક 26 વર્ષીય વ્યક્તિ, તેંદઇ મુસવેરેને એક 3D પ્રિંટર સાથે ગન બનાવવા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જે એક ઘાતક શોટ ફાયર કરવામાં સક્ષમ હતો. 

શિંજો આબે હુમલામાં મોટો ખુલાસો- પહેલી ગોળી થઇ મિસ, 4 સેકન્ડ બાદ મારી બીજી ગોળી


આ ગનને સંતાડવી હોય છે સરળ
આ મામલે પોલીસનું કહેવું હતું કે તેમનું માનવું છે કે આ પહેલી બ્રિટિશ સજા હતી. જેને 3D પ્રિંટરનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી બંદૂક સાથે જોડવામાં આવી હતી. 3D પ્રિંટેડ બંદૂક કાયદાના અમલીકરણ કરાવનાર એજન્સી માટે એક મોટી સમસ્યા હતી, કારણ કે તેને ગમે ત્યાં બનાવી શકાય છે. તેને સંતાડવી ખૂબ સરળ હોય છે. 


સુરક્ષાઘેરમાં હુમલાવરના પ્રવેશ પર સવાલ
જો હકિકતમાં જાપાની હત્યાએ 3D પ્રિટેંડ બંદૂકનો ઉપયોગ કર્યો છે, તો સવાલ ઉદભવે છે કે સુરક્ષા ઘેરા છતાં તે પૂર્વ જાપાની પ્રધાનમંત્રી પાસે શોટગન સાથે ઘૂસવામાં કેવી રીતે સફળ રહ્યા. જાપાનને સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર નેતા 67 વર્ષીય શિંજો આબેની હત્યાએ દેશને સ્તબ્ધ કરી દીધો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube