નાગાસાકી : પશ્ચિમ જાપાનમાંપુર અને ભુસ્ખલનથી અત્યાર સુધીમાં 200 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 80થી વધારે લોકો હજી પણ ગુમ છે. 10 હજારથી વધારે લોકો રાહત શિબિરમાં જીવી રહ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અનુસાર પૂર બાદ 2 લાખથ વધારે ઘરો વિજ વિહોણા છે. ઉપરાંત પીવાના પાણીની પણ મોટી સમસ્યા પેદા થઇ છે. જાપાનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અનુસાર, જાપાનમાં આવેલા પુરમાં હ્યુગો, ઓકાયામા, યામાગુચી, હિરોશીમા અને ટોટ્ટોરી પ્રાંતના 4 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિરોશીમા, ઓકાયામા અને સાગાને સૌથી વધારે નુકસાન થયું છે. અહી અંદાજિત 50 હજારથી વધારે મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે. બચાવ અભિયાનમાં 83 હેલિકોપ્ટર અને 70 હજારથી વધારે જવાનો બચાવ કાર્યમાં ગોઠવાયા છે. રેસક્યું ટીમ કાટમાળમાંથી દટાયેલા લોકોને શોધી રહી છે. જાપાનમાં 36 વર્ષ બાદ આ પ્રકારનું પુર આવ્યું છે. આ અગાઉ 1982માં આ પ્રકારનું પુર આવ્યું હતું. ત્યાર બાદ આ 3 દશકનું સૌથી મોટુ પુર છે. 

બીજી તરફ અફઘાનિસ્તાનનાં પંચશિર વિસ્તારમાં એક પહાડ પર રહેલા એક ડેમનો કેટલોક હિસ્સો તુટી જતા આખુ ગામ જ તણાઇ ગયું છે. જેમાં 10 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 400થી વધારે ઘરો સંપુર્ણ નષ્ટ થઇ ગયા છે. અફઘાનિસ્તાન સરકાર દ્વારા તાત્કાલીક રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું છે. લોકોનું બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. કેટલાક લોકો ગુમ છે તેની પણ શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જો કે સતત વરસી રહેલો વરસાદ પણ ત્યા રાહત અને બચાવ કાર્યમાં સમય લગાવી રહ્યું છે.