ટોક્યોઃ ક્વાડ સંમેલનમાં ભાગ લેવા જાપાનની રાજધાની ટોક્યો પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીના સંબોધન પહેલા રાષ્ટ્રગાન થયુ અને ત્યારબાદ ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા લાગ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે હું જાપાન આવુ છું તો તમારે સ્નેહ દર વખતે વધી જાય છે. તમારામાંથી ઘણા લોકો વર્ષોથી અહીં છે. જાપાનની ભાષા, વેશભૂષા, સંસ્કૃતિ અને ખાનપાન એક પ્રકારથી તમારા જીવનનો ભાગ બની ગયું છે.


પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યુ કે, આપણા લોકોની વિશેષતા છે કે આપણે કર્મભૂમિ સાથે તનમનથી જોડાઈ જઈએ છીએ. પરંતુ માતૃભૂમિ સાથે પણ જોડાવ રહે છે, તેનાથી ક્યારેય દૂર થતા નથીં. આ આપણું સૌથી મોટુ સામર્થ્ય છે. પીએમ મોદીએ કહ્યુ કે, જ્યારે વિવેકાનંદ જી પોતાના ઐતિહાસિક સંબોધન માટે શિકાગો જઈ રહ્યા હતા તે પહેલા તેઓ જાપાન આવ્યા હતા. જાપાને તેમના મગર પર ઉંડો પ્રભાવ છોડ્યો હતો. જાપાનના લોકોની દેશભક્તિ, જાપાનના લોકોનો આત્મવિશ્વાસ, સ્વચ્છતા માટે જાપાનના લોકોની જાગરૂકતાની તેમણે પ્રશંસા કરી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube