ટોકિયોઃ જાપાનમાં મંગળવારે 25 વર્ષનું સૌથી શક્તિશાળી ચક્રવાતી તોફાન ત્રાટક્યું છે. દેશમાં ભારે પવન અને વરસાદને કારણે અત્યાર સુધી 6 લોકોનાં મોત થયાં છે. 3 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 3000થી વધુ લોકો વાવાઝોડામાં ફસાઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાપાન પર મંગળવારે 216 કિમી પ્રતિ કલાકની ઝડપે 'જેબી' નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું. પવનની ગતિ એટલી તેજ હતી કે, સડક પર ઊભેલાં વિશાળ કન્ટેરન ટ્રક પણ પલટી ગયા હતા. ઓસાકા સમુદ્રમાં લંગારેલા વિશાળ જહાજ કાગળની હોડીની જેમ ઉડવા લાગ્યા હતા. મકાનોનાં છાપરાં ઉડી ગયાં હતા તો સમુદ્રમાં 7થી 10 માળ જેટલા ઊંચા મોજાં ઉછળ્યા હતા.


 [[{"fid":"181326","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ભયાનક ગતિએ ત્રાટકેલા વાવાઝોડાને પગલે 3,00,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એક ટેન્કરના પુલ સાથે અથડાઈ જવાને કારણે પુલને મોટું નુકસાન પહોંચ્યું હતું. જેના લીધે કન્સાઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પણ મુખ્ય ટાપુથી અલગ પડી ગયું છે. જેના કારણે, 3000 જેટલા મુસાફરો એરપોર્ટ પર ફસાઈ ગયા છે. આ પુલને કેટલું નુકસાન પહોંચ્યું છે તે હાલ જાણી શકાયું નથી. 



પશ્ચિમ જાપાનમાં બપોરે આ વાવાઝોડું ત્રાટક્યું હતું. વડા પ્રધાન શિન્જો આબેએ લોકોને વહેલામાં વહેલી તકે સલામત સ્થળે ખસેડવા માટે તંત્રને નિર્દેશ આપ્યા છે. 



હવામાન ખાતાના અધિકારી રાયુતા કુરોરાએ જણાવ્યું કે, જેબી વાવાઝોડું પોતાના કેન્દ્રથી 162 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી શકે છે. આ વર્ષ 1993 બાદ આવેલું સૌથી ભયાનક વાવાઝોડું છે.