Viral Video: શ્વાન જેવા દેખાવવા માટે આ વ્યક્તિએ ખર્ચ કર્યા 12 લાખ રૂપિયા!, વીડિયો જોઈને અચંબિત થશો
Viral Video: આ વ્યક્તિને એવી ઈચ્છા હતી કે તે કૂતરા જેવો દેખાય. આ ઈચ્છા તેણે કેવી રીતે પૂરી કરી તે ખાસ જાણો.
Viral Video: દુનિયામાં તમને ભાત ભાતના લોકો જોવા મળશે. અમુક તો એવા પણ મળશે જેમની ચિત્ર વિચિત્ર આદતો અને રહેણીકરણી તમને અચિંબિત કરી નાખશે. ક્યારેક તો એવી પણ ખ્વાઈશ ધરાવતા લોકો જોવા મળશે જેને જાણીને એવું થાય કે આવું તો કઈ કરાય? આવી જ એક ખ્વાઈશ ધરાવતી વ્યક્તિ જાપાનમાં જોવા મળી. આ વ્યક્તિને એવી ઈચ્છા હતી કે તે કૂતરા જેવો દેખાય.
વાત જાણે એમ છે કે @toco_eevee નામના ટ્વિટર યૂઝરે પોતાના એવા ફોટા પોસ્ટ કર્યા છે કે લોકો વિચારમાં પડી ગયા. જેપેટ નામની એક પ્રોફેશનલ એજન્સીએ એક વ્યક્તિને કૂતરાના સ્વરૂપમાં ફેરવી દીધો. તમને પણ નવાઈ લાગશે કે આવું કેવી રીતે બને? સ્થાનિક જાપાની ન્યૂઝ આઉટલેટ news.mynavi ના રિપોર્ટ મુજબ જેપેટ ફિલ્મો, કમર્શિયલ, મનોરંજન હેતુસર અનેક સેવાઓ આપે છે. ટીવી માટે જાપાનના લોકપ્રિય કેરેક્ટર્સના કોસ્ટ્યૂમ્સ પણ બનાવે છે. તેણે આ વ્યક્તિ માટે એકએવો કોસ્ટ્યૂમ બનાવ્યો જેનો ખર્ચો 12 લાખ (2 million Yen) થયો. આ પોષાક બનાવવામાં લગભગ 40 દિવસ લાગ્યા.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube