નવી દિલ્હી: ભારત(India) અને જાપાન (Japan) ના મધ્ય વર્ષ 2019નું વાર્ષિક શિખર સંમેલન હાલ ટળ્યું છે. પીએમ મોદી (Narendra Modi)  અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે (Shinzo Abe) વચ્ચે થનારી દ્વિપક્ષીય બેઠક ગુવાહાટીમાં યોજાવવાની હતી. 15થી 17 ડિસેમ્બર સુધી ચાલનારી આ બેઠકને નાગરિકતા કાયદા વિરોધી આંદોલનના કારણે હાલ સ્થગિત કરવી પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાપાની વડાપ્રધાન શિંજો આબેનો ભારત પ્રવાસ હાલ ટળવા પાછળ મૂળ કારણ ભારતમાં તેમનું સમિટનું જ્યાં આયોજન કરાયું હતું તે સ્થળ રહ્યું. આ સમિટ ગુવાહાટીમાં થવાની હતી. હાલ સમગ્ર આસામમાં નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Bill 2019)ના વિરોધમાં ઘમાસાણ ચાલુ છે. આ સાથે તે આંદોલનનું કેન્દ્ર પણ બન્યું છે. 


બ્રિટન: સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની ઐતિહાસિક જીત, લેબર પાર્ટીનું ધોવાણ


જાપાની વડાપ્રધાન ત્રણ દિવસના ભારત પ્રવાસે આવવાના હતાં. પરંતુ રાજ્યમાં ચાલી રહેલા સંશોધન કાયદા વિરોધી પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને આ પ્રવાસ હાલ પૂરતો સ્થગિત કરવો પડ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કરીને આ અહેવાલને સત્તાવાર સમર્થન આપ્યું. વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યાં અમુસાર આ સમિટ માટે બંને દેશો વચ્ચે પરસ્પર સહમતિથી નવી તારીખ જલદી નક્કી કરવામાં આવશે. 


શિંજો આબેનું ભારત સાથે જૂનું કનેક્શન
જાપાનના સૌથી લાંબા કાર્યકાળવાળા વડાપ્રધાન શિંજો આબે ભારત સમર્થક નેતાઓમાંથી એક છે. લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (જાપાન)ના અધ્યક્ષ શિંજો આબે અત્યાર સુધી અનેકવાર ભારત આવી ચૂક્યા છે અને તેમણે જાપાન-ભારત મિત્રતાને સશ્કત કરવાની દિશામાં હંમેશા રસ દાખવ્યો છે. 


બ્રિટન: ચૂંટણીમાં પ્રીતિ પટેલ સહિત અનેક ભારતીય મૂળના ઉમેદવારોની શાનદાર જીત


શિંજો આબેએ વ્યૂહાત્મક જાપાન-ભારત સંબંધોને અપગ્રેડ  કરવાની શરૂઆત કરી. તેમણે ઓગસ્ટ 2007માં ભારતની મુલાકાત કરી અને તે જ વર્ષે તેમણે જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ચતુર્ભૂજ સુરક્ષા વાર્તા શરૂ કરી હતી.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube