Fumio Kishida: જાપાનમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં વડાપ્રધાન ફુમિયો કિશિદા (Fumio Kishida) ની સભામાં જોરદાર ધડાકો થયો હતો. જોકે, કિશિદાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જાપાની મીડિયાના અહેવાલ મુજબ કિશિદા પાસે પાઇપ જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી. આ મામલે એક વ્યક્તિને પશ્ચિમ જાપાનના વાકાયામાના પોર્ટ પર અટકાયત કરી લેવામાં આવી છે.


VIDEO: LIVE મેચમાં પંડ્યાની આ હરકત પર મચ્યો હોબાળો, Video Viral થતાં ખળભળાટ
Fact check: કેન્દ્રીય કર્મચારીઓની નિવૃતિની ઉંમર 60 વર્ષથી ઓછી કરવા જઇ રહી છે સરકાર?
નસીબ લઇને જન્મયો છે મારો ભઈ... પત્નીએ પોતે પતિની પ્રેમિકા સાથે કરાવ્યા લગ્ન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાષણ શરૂ કરતા પહેલા જ થયો હતો બ્લાસ્ટ
મીડિયા અનુસાર ઘટનાસ્થળે વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો હતો. તરત જ પીએમ ફ્યુમિયો કિશિદાને વિસ્ફોટના સ્થળે કવર કરી લેવામાં આવ્યા હતા. સ્થળ પર એકઠા થયેલા લોકો પણ આમતેમદોડવા લાગ્યા હતા. તો બીજી તરફ ધ જાપાન ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે વડા પ્રધાન તેમનું ભાષણ શરૂ કરવાના હતા તે પહેલાં જ વાકાયામા શહેરમાં વિસ્ફોટ થયો હતો.


પોલીસે ટિપ્પણી કરવાનો કર્યો ઇનકાર
આ ઘટનાની તાત્કાલિક કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, સ્થાનિક પોલીસે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. નેશનલ બ્રોડકાસ્ટર NHK એ ઘટનાસ્થળ પર ભીડ વચ્ચે પોલીસ દ્વારા એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાના ફૂટેજ પણ દર્શાવ્યા હતા. આ પહેલા જુલાઈ 2022માં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની એક પ્રચાર કાર્યક્રમ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી જાપાને સુરક્ષા વધારી દીધી છે.


 


WhatsApp ના નવા ફીચર્સે મચાવી ધમાલ! હવે એક નહી અનેક ફોનમાં ચાલશે એપ
મને મારા બ્રેસ્ટ મોટા કરવાની અપાઈ હતી સલાહ, લોકો સમજતા હું કેમેરા સામે કપડાં ઉતારીશ
Viral News: મહિલાએ ઓર્ડર કર્યો 10 ઇંચનો પિત્ઝા, માપ્યો તો ભોપાળું નિકળ્યું


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube