સ્પેસની સેર પર નીકળેલા અબજપતિએ શેર કરેલો આ PHOTO થયો ખુબ વાયરલ, જાણો શું છે ખાસિયત
. હાલમાં જ અંતરિક્ષમાં ગયેલા અબજપતિ જેરેડ ઈસાકમેન (Jared Isaacman) એ એક એવો ફોટો શેર કર્યો કે જે ખુબ વાયરલ થઈ રહ્યો છે.
Earth Pic shot on iPhone: તમે મોંઘા મોંઘા કેમેરાથી અંતરિક્ષથી પૃથ્વીની અનેક તસવીરો જોઈ હશે. પરંતુ શું તમે વિચાર્યું છે કે એક સ્માર્ટફોનથી પૃથ્વની કેવી તસવીરો લઈ શકાય. હાલમાં જ અંતરિક્ષમાં ગયેલા અબજપતિ જેરેડ ઈસાકમેન (Jared Isaacman) એ એક એવો ફોટો શેર કર્યો કે જે ખુબ વાયરલ થઈ રહ્યો છે.
સ્પેસએક્સ ઈન્સ્પાઈરેશન 4 (SpaceX's Inspiration4) સાથે પહેલા નાગરિક મિશન હેઠળ અંતરિક્ષમાં ગયેલા મિશન કમાન્ડર જેરેડ ઈસાકમેને પોતાના સોશિયલ પ્લેટફોર્મ પર પૃથ્વની એક તસવીર શેર કરી છે જે તેમણે પોતાના આઈફોનથી શૂટ કરી છે.
શેર કરી iPhone થી તસવીર
ઈસાકમેને ફોટો શેર કરી ટ્વીટમાં કહ્યું કે આશ્ચર્યજનકછે કે એક આઈફોન આ પ્રકારના શોટ લઈ શકે છે. ઈસાકમેને આ ઉપરાંત એક વીડિયો પણ શેર કર્યો છે જેના અંગે તેમણે જણાવ્યું છે કે આ ઉડાણ દરમિયાન તેમણે iPhone પર શૂટ કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ અને તેમના સાથી ખુબ ભાગ્યશાળી હતા કે તેમણે આ અનુભવ કર્યો અને તેઓ પોતાના આ અનુભવને દુનિયા સાથે શેર કરવા માટે દરેક શક્ય પ્રયત્ન કરશે.
આ લોકો ગયા હતા અંતરિક્ષમાં
આ સ્પેસએક્સ (SpaceX) દ્વારા પહેલું નાગરિક મિશન હતું અને ચાલક દળમાં એક ચિકત્સક સહાયક હેલે અર્સીનોક્સ (Hayley Arceneaux), એક એરોસ્પેસ ડેટા એન્જિનિયર અને વાયુસેનાના અનુભવી ક્રિસ્ટોફર સેમ્બ્રોસ્કી(Christopher Sembroski) તથા એક ભૂવૈજ્ઞાનિક ડો.સિયાન પ્રોક્ટર સામેલ હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube