આ માણસ લાવશે ભારત અને પાકિસ્તાનની દુશ્મનીનો અંત?
પાકિસ્તાનમાં જુલાઈ-ઓગસ્ટમાં અને ભારતમાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે
નવી દિલ્હી : કોર્ટના નિર્ણય પછી નવાઝ શરીફ સત્તામાંથી ફેંકાઈ ગયા છે અને હવે પાકિસ્તાની સેના પ્રમુખ કમર બાજવા એકાએક ભારત વિશેના તેમના નિવેદનોને કારણે ચર્ચામાં છે. માનવામાં આવે છે કે નવાઝ શરીફ તો ભારત અને પાકિસ્તાનની મિત્રતાના પક્ષમાં હતા પણ સેનાના કારણે આવું થઈ શક્યું નહોતું. જોકે હવે પાકિસ્તાનની સૌથી તાકાતવર વ્યક્તિ તરીકે જનરલ કમર બાજવા ભારત માટેના નિવેદનોને કારણે ચર્ચાનો મુદ્દો બન્યા છે.
બાજવા સિદ્ધાંત
જનરલ બાજવાએ હાલમાં કહ્યું છે કે ''ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર સહિત તમામ વિવાદોનો ઉકેલ સઘન વાતચીતથી જ નીકળી શકે છે. હાલમાં મોદી સરકાર પોતાના કડક વલણને કારણે પાકિસ્તાન સાથે વાતચીત કરવાની દરકાર નથી કરી રહી પણ જે ગતિથી પાકિસ્તાની અર્થવ્યવસ્થા વિકસી રહી છે એ જોઈને ભારત ચોક્કસ પાકિસ્તાન સાથે વાતચીત કરવાની દરકાર કરશે. હું પાકિસ્તાનને એવો શાંતિપૂર્ણ દેશ બનાવવા માટે વિચારું છું જે દુનિયા સાથે શાંતિપૂર્વક રહી શકે.''
નિવેદનનો મતલબ
લંડનની કિંગ્સ કોલેજમાં ઇન્ટરનેશનલ રિલેશન્સના પ્રોફેસર હર્ષ વી. પંતે દૈનિક ભાસ્કરમાં લખેલા આર્ટિકલમાં જણાવ્યું છે કે હકીકતમાં જનરલ બાજવા સંકેત આપી રહ્યા છે કે નવાઝ શરીફના હટ્યા પછી હવે પાકિસ્તાન પર સેનાનું સંપૂર્ણ નિયંત્રણ છે. આમ, પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની વાતચીતમાં સેનાની ભુમિકાને અવગણવાનું અસંભવ છે. જોકે પાકિસ્તાનમાં જુલાઈ-ઓગસ્ટમાં અને ભારતમાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે ત્યારે બંને દેશોના સંબંધોમાં કોઈ પરિવર્તન આવવાની શક્યતા નથી.
સંજ્ય દત્તે ચોડી દીધો હતો સલમાન ખાનને લાફો જ્યારે...
સંબંધોમાં સમસ્યા
2016માં પાકિસ્તાનના સંગઠનો દ્વારા કરાયેલા આતંકી હુમલાઓ તેમજ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ભારતને ટાર્ગેટ કરીને કરાવ્યા હુમલાઓ પછી બંને દેશો વચ્ચે તણાવ ઉભો થઈ ગયો હતો. બંને પક્ષ વારંવાર એકબીજા પર નિયંત્રણ રેખા પર સંઘર્ષવિરામના ઉલ્લંઘનનો આરોપ લગાવે છે.