Jeddah Road accident: સાઉદી અરબના જેદ્દાહ શહેરમાં જીઝાન પાસે માર્ગ અકસ્માતમાં નવ ભારતીય નાગરિકોના મોત થયા છે. ભારતીય દૂતાવાસે બુધવારે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું કે, તે આ દુર્ઘટના પછી સંપૂર્ણ મદદ કરી રહ્યું છે અને ત્યાંના અધિકારીઓ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સાથે સતત સંપર્કમાં છે. ભારતના કોન્સ્યુલેટ જનરલ, જે મક્કા, મદીના, યાનબુ, તૈફ, તાબુક, કુનફુદા, અલબાહા, આભા, જીઝાન અને નજરાન શહેરોને પણ આવરી લે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે ખુલાસો કર્યો કે, આ ઘટના સાઉદી અરબના પશ્ચિમ વિસ્તારમાં જીઝાન નજીક બની હતી. ભારતીય વાણિજ્ય દૂતાવાસે ટ્વિટર પર જણાવ્યું હતું કે, સાઉદી અરબના પશ્ચિમી ક્ષેત્રના જીઝાન પાસે માર્ગ અકસ્માતમાં નવ ભારતીય નાગરિકોના મૃત્યુ પર અમે દિલથી શોક વ્યક્ત કરીએ છીએ.


મહાકુંભમાં થયેલી નાસભાગમાં ગુજરાતના એક સહિત 30 શ્રદ્ધાળુના મોત, 60 ઘાયલ


"પ્રભાવિત પરિવારો પ્રત્યે દિલથી સંવેદના. અમે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થનના કરી રહ્યા છીએ. વધુ પૂછપરછ માટે એક હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે." વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, તેઓ અકસ્માત અને જાનમાલના નુકસાન વિશે જાણીને "દુ:ખી" થયા છે.  વિદેશ મંત્રીએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું કે, "જેદ્દાહમાં અમારા કોન્સ્યુલ જનરલ સાથે વાત કરી, જેઓ સંબંધિત પરિવારોના સંપર્કમાં છે. તેઓ આ દુ:ખદ પરિસ્થિતિમાં સંપૂર્ણ મદદ કરી રહ્યા છે."