Jeff Bezos ના બ્લૂ ઓરિજિનની બીજી ઉડાન પણ સફળ, ઉંમર લાયક વ્યક્તિએ કરી અંતરિક્ષ યાત્રા
દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ એવા જેફ બેઝોસના બ્લૂ ઓરિજિને બુધવારે વધુ એક ઈતિહાસ રચી દીધો છે. બ્લૂ ઓરિજિનના ન્યૂ શેફર્ડ રોકેટ-કેપ્સૂલની આ બીજી ઉડાન પણ અત્યંત સફળ રહી અને આ યાનમાં સૌથી વધુ ઉંમર ધરાવતાં વ્યક્તિએ પોતાની સાથે અંતરિક્ષની યાત્રા પૂરી કરી.
ન્યૂયોર્ક: દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ એવા જેફ બેઝોસના બ્લૂ ઓરિજિને બુધવારે વધુ એક ઈતિહાસ રચી દીધો છે. બ્લૂ ઓરિજિનના ન્યૂ શેફર્ડ રોકેટ-કેપ્સૂલની આ બીજી ઉડાન પણ અત્યંત સફળ રહી અને આ યાનમાં સૌથી વધુ ઉંમર ધરાવતાં વ્યક્તિએ પોતાની સાથે અંતરિક્ષની યાત્રા પૂરી કરી. ભારતીય સમય પ્રમાણે 8 કલાક અને 20 મિનિટે આ યાન અંતરિક્ષની યાત્રા માટે રવાના થયું. આ ઉડાનમાં ચાર લોકો 90 વર્ષીય વિલિયમ શેટનર, બ્લૂ ઓરિજનના વાઈસ પ્રેસિડેન્ટ ઓડ્રે પાવર્સ, ફ્રાંસીસી સોફ્ટવેર કંપની ડેસો સિસ્ટમ્સના ઉપપ્રમુખ ગ્લેન ડે રીસ અને અર્થ ઓબ્ઝર્વેશન કંપની પ્લેનેટના સહ-સંસ્થાપક ક્રિસ બોશુઈઝેન હતા.
ભારતીય સમય પ્રમાણે 8:20 કલાકે ભરી ઉડાન
ન્યૂ શેફર્ડ રોકેટ અને કેપ્સૂલની બીજી ઉડાન વેસ્ટ ટેક્સાસના વેન હોર્ન કસ્બામાં આવેલ બ્લૂ ઓરિજિન લોન્ચ સાઈટ વનથી ભરી. ભારતીય સમય પ્રમાણે 8 કલાક અને 20 મિનિટે તે ઉડાન ભરવામાં આવી. લોન્ચની 90 મિનિટ પહેલાં લાઈવ ટેલિકાસ્ટ શરૂ કરવામાં આવ્યું હતુ. તેને બ્લૂ ઓરિજિનની વેબસાઈટ અને તેની યુ-ટ્યૂબ ચેનલ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવી.
4 મહિનામાં બીજી અંતરિક્ષ બીજી ઉડાન
જેફ બેઝોસની સ્પેસ કંપનીએ પોતાનું બીજું લોન્ચિંગ 20 જુલાઈ પછી અત્યારે કર્યું. એટલે 12 અઠવાડિયા પછી. પહેલા મિશનમાં જેફ બેઝોસ, તેમના ભાઈ માર્ક બેઝોસ, 82 વર્ષીય નાસાના સભ્ય વોલી ફંક અને 18 વર્ષીય યુવા વિદ્યાર્થી ઓલિવર ડેમેન. તે સમયે અંતરિક્ષમાં જનારા સૌથી વૃદ્ધ મહિલા વોલી હંક બન્યા હતા. પરંતુ હવે બીજા મિશનમાં વિલિયમ શેટનર અંતરિક્ષ યાત્રા કરનારા સૌથી વૃદ્ધ વ્યક્તિ બની ગયા છે. તેમની ઉંમર 90 વર્ષ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube