ઈસ્તંબુલ:તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆને રવિવારે (10 ડિસેમ્બર) ઈઝરાયેલને 'આતંકી રાષ્ટ્ર' ગણાવ્યું અને જેરુસલેમને તેની રાજધાની તરીકે માન્યતા આપવાના અમેરિકાના ફેસલાને 'દરેક પ્રકારે મુકાબલો' કરવાનો સંકલ્પ ગણાવ્યો. એર્દોઆને સિવાસમાં પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું કે પેલેસ્ટાઈન કોઈ પણ ગુના વગર પીડા ઝેલી રહ્યું છે. જ્યાં સુધી ઈઝરાયેલનો સવાલ છે તો તે એક આતંકી રાષ્ટ્ર છે. તેમણે કહ્યું કે અમે જેરુસલેમને કોઈ એવા રાષ્ટ્રની દયા પર નહીં છોડીએ જે બાળકોના જીવ લે છે. અત્રે જણાવવાનું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપવાનો ફેસલો લીધા બાદ એર્દોઆનનું આ નિવેદન આવ્યું છે. આ ફેસલાને  લઈને પેલેસ્ટાઈનીઓમાં આક્રોશ તથા મુસ્લિમો અને અરબ દેશોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી બાજુ અરબના વિદેશ મંત્રીઓએ રવિવારે કહ્યું કે જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપવાનો અમેરિકાનો ફેસલો ગેરકાયદેસર છે. તેમણે ચેતવણી આપી કે તેનાથી વિસ્તારમાં તણાવ વધી શકે છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યાં મુજબ અરબ લીગના સભ્ય દેશોના મંત્રીઓની શનિવારે 9મી ડિસેમ્બરે એક લાંબી બેઠક ચાલી હતી. જેમાં અમેરિકાને પોતાનો ફેસલો પાછો ખેંચવાનો આગ્રહ કરાયો હતો. બેઠકમાં આ ફેસલાને આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ ગણાવાયો હતો. 


અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે 6 ડિસેમ્બેર જાહેરાત કરી હતી કે તેઓ જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપે છે અને તેમણે અમેરિકી દૂતાવાસને તેલ અવીવથી જેરુસલેમ લઈ જવાનો ફેસલો લીધો. આ જાહેરાતની ચારે બાજુથી ટીકા થઈ તથા તેનો અરબ અને મુસ્લિમ દેશોએ વિરોધ કર્યો. અરબ મંત્રીઓએ પોતાના અંતિમ નિવેદનમાં જણાવ્યું કે અમેરિકાના ફેસલાનો કોઈ કાયદાકીય પ્રભાવ નથી. આ સાથે એમ પણ કહ્યું કે તે શાંતિ પ્રયાસોને નબળા બનાવે ચે અને તણાવ તથા ક્રોધ વધારવા તથા વિસ્તારને હિંસા તથા અસ્થિરતા તરફ ધકેલે છે.