નવી દિલ્હીઃ કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. પ્રેમમાં લોકો પાગલ થવાના કિસ્સા તો તમે સાંભળ્યા હશે. પ્રેમી ક્યારેય ઉંમરના અંતર કે પોતાના પરિવારને જોતા નથી. બસ પ્રેમમાં પોતાનું દિલ આપી દે છે. આવું અમેરિકાની એક 25 વર્ષીય વિદ્યાર્થિની સાથે થયું છે. જેણે એક ઈન્ટરવ્યૂમાં પોતાના બોસને દિલ આપી દીધું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર ઘટના
ધ મિરરના રિપોર્ટ પ્રમાણે અમેરિકાના જૈક્શન લેકમાં રહેતી 25 વર્ષીય વિદ્યાર્થિની સુજાના ડિયાઝ વર્ષ 2018માં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. ત્યારે તે પૈસા કમાવા માટે પાર્ટ ટાઇમ નોકરી શોધી રહી હતી. આ દરમિયાન તેને એક લોકલ હોટલમાં જોબ વિશે માહિતી મળી. સુજાના તે હોટલમાં જઈને જોબ એપ્લિકેશન કરી રહી હતી ત્યારે ત્યાં 55 વર્ષીય જનરલ મેનેજર ટોની કહાનેક પહોંચ્યા, જે સુજાનાનું ઈન્ટરવ્યૂ લેવા માટે અહીં આવ્યા હતા. 


આ પણ વાંચોઃ ડચ સાંસદ ગિર્ટ વિલ્ડર્સે પથ્થરબાજોને ગણાવ્યા આતંકી, નૂપુર શર્માનું ફરી કર્યું સમર્થન


ઈન્ટરવ્યૂ દરમિયાન બંનેને એકબીજા માટે કનેક્શન ફીલ થયું, તેથી મેનેજર ટોનીએ સુજાના પાસે તેનો ફોન નંબર માંગી લીધો. ત્યારબાદ સુજાનાને ટોનીનો ટેક્સ્ટ મેસેજ આવ્યો અને બંનેની વાત શરૂ થઈ ગઈ. થોડા દિવસ બાદ બંને ડિનર પર પહોંચી ગયા હતા. 


સીક્રેટ રાખી રિલેશનશિપ
શરૂઆતમાં સુજાના અને ટોનીએ પોતાની આ રિલેશનશિપને સીક્રેટ રાખી. પરંતુ થોડા સમય બાદ ટોનીએ સુજાનાને પોતાની સાથે શિફ્ટ થવાનું કહ્યું. સુજાનાએ પોતાના સંબંધ વિશે પરિવારને જાણ કરી, જેના પર તો પહેલાં વિશ્વાસ ન થયો. પરંતુ સુજાનાની ખુશી જોતા તેની માતાએ હા પાડી દીધી. ત્યારબાદ ટોનીએ તેને પોતાના પરિવારનો ભાગ બનાવી લીધો. હવે ત્રણ વર્ષથી બંને સાથે ખુશીથી જીવન જીવી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube