નવી દિલ્હી: યુક્રેન પર હુમલા બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયાની આકરી ટીકા કરી. રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે અમને પહેલેથી અંદેશો હતો કે રશિયા યુક્રેન પર હુમલો કરશે. બાઈડેને કહ્યું કે પુતિન  હુમલાખોર છે તેમણે યુદ્ધનો રસ્તો પસંદ કર્યો. પરંતુ પુતિન અને તેના દેશ રશિયાએ આ હુમલાના પરિણામ ભોગવવા પડશે. બાઈડેને કહ્યું કે દુનિયાના મોટાભાગના દેશ રશિયાની વિરુદ્ધ છે. અમે રશિયા પર વધુ આકરા પ્રતિબંધો લગાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાઈડેને કહ્યું કે અમેરિકા ઉપર પણ યુદ્ધની અસર પડી શકે છે. તેમણે કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા અમેરિકી નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે સાઈબર હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છીએ. 


યુક્રેનમાં સેના નહીં મોકલે અમેરિકા
બાઈડેને ફરી એકવાર સ્પષ્ટ કરી દીધુ કે તેઓ યુક્રેનમાં સેના મોકલશે નહીં. જો કે બાઈડેને કહ્યું કે તેઓ નાટો દેશોની ઈંચભર જમીનની પણ રક્ષા કરશે. એટલું જ નહીં બાઈડેને એમ પણ કહ્યું કે તેમની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે વાતચીતની કોઈ યોજના નથી. 


એકબાજુ યુદ્ધ છેડાયું ત્યાં આ શું? રશિયન સૈનિકો યુક્રેનની મહિલાઓને મોકલે છે તસવીરો સાથે આવા સંદેશ!


આ પૂર્વનિયોજીત હુમલો
બાઈડેને કહ્યું કે રશિયાની સેનાએ કોઈ પણ ઉશ્કેરણી વગર યુક્રેન પર ક્રૂર હુમલો શરૂ કરી દીધો છે. તેમનું કહેવું છે કે આ એક પૂર્વનિયોજીત હુમલો છે. જેની યોજના મહિનાઓથી બનાવવામાં આવી રહી હતી. 


બાઈડેને કહ્યું કે અમે જી-7 દેશ મળીને રશિયાને જવાબ આપીશું. વીટીબી સહિત રશિયાની 4 અન્ય બેંકો પર પ્રતિબંધ લગાવીશું. બાઈડેને કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરવાની મારી કોઈ યોજના નથી. તેઓ પૂર્વ સોવિયત સંઘને ફરીથી સ્થાપિત કરવા માંગે છે. મને લાગે છે કે તેમની મહત્વકાંક્ષા તે જગ્યાથી બિલકુલ વિપરિત છે જ્યાં હાલ અમે છીએ. 


Ukraine Crisis: રશિયાને NATO કેમ આંખમાં કણાની જેમ ખટકે છે? જાણો સાત દાયકા જૂની દુશ્મનાવટની કહાની


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube