વોશિંગટન: અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે આજે શપથ ગ્રહણ કરવા જઇ રહેલા જો બાઇડેન (Joe Biden) ડેલાવેયર (Delaware)થી વોશિંગટન રવાના થતાં પહેલાં ભાવુક જોવા મળ્યા હતા. જનતાને સંબોધિત કરતાં ઘણીવાર તેમની આંખોમાં આંસૂ છલકાયા. પોતાને ડેલાવેયરનો પુત્ર ગણાવતાં બાઇડેનએ આશા વ્યક્ત કરી કે દેશ પર છવાયેલો અંધકાર જરૂર દૂર થશે. તેમણે કહ્યું કે તે ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ (Kamala Harris) સાથે મળીને પરિસ્થિતિ બદલશે. તમને જણાવી દઇએ કે મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સ 12 વાગે (ભારતીય સમયાનુસાર 10:30 વાગે) સંસદ ભવનના વેસ્ટ ફ્રન્ટમાં બાઇડેનને રાષ્ટ્રપતિ પદની શપથ અપાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'Delaware ને ભૂલી શકશે નહી'
પોતાના ગૃહ રાજ્ય ડેલાવેયર (Delaware) છોડતાં પહેલાં જે બાઇડેન (Joe Biden) એ રાજ્યની જનતાને સંબોધિત કરી. આ દરમિયાન તે ઘણીવાર ભાવુક જોવા મળ્યા. તેમણે કહ્યું કે મને ખબર છે કે અત્યારે આપણે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ, પરંતુ આ અંધકાર જરૂર દૂર થશે. પોતાને ડેલાવેયર (Delaware) નો પુત્ર ગણાવતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આ રાજ્યનું નામ મારા દિલ પર લખેલું છે. અહીંથી મને જે પ્રેમ અને સન્માન મળ્યું છે તેને હું ક્યારેય ભૂલી શકીશ નહી. જો બાઇડેન (Joe Biden) એ આગળ કહ્યું કે અમેરિકામાં એક નવી શરૂઆત થવા જઇ રહી છે. હું અને ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ (Kamala Harris) મળીને પરિસ્થિતિ બદલીશું. 


Barack Obama ને કર્યા યાદ
પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Barack Obama) નો ઉલ્લેખ કરતાં જો બાઇડેન (Joe Biden) એ કહ્યું કે 'લગભગ 12 વર્ષ પહેલાં રાહ જોઇ રહ્યો હતો કે ઓબામા (Barack Obama) આવે અને મને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ અપાવવા માટે સાથે લઇને જાય. આજે હું રાષ્ટ્રપતિ પદના શપથ લેવા જઇ રહ્યો છું અને મારી સાથે એક મહિલા ઉપરાષ્ટ્રપતિ છે.' તેમણે આગળ કહ્યું કે 'હું લોકોને કહું છું કે મને ન કહે છે સ્થિતિ નહી બદલાય, આ અમેરિકા છે. અહીં દરેક રાત બાદ આશા ભરેલી સવાર જરૂર આવે છે. 


Speech માં પુત્રનો કર્યો ઉલ્લેખ
જો બાઇડેન (Joe Biden) ના ભાષણ દરમિયાન પોતાના દિવંગત પુત્રને પણ યાદ કરી ભાવુક થઇ ગયા. તેમણે કહ્યું કે 'બ્યૂ બાઇડેન (Joe Biden) 2015માં અમને છોડીને જતો રહ્યો હતો. મને એકમાત્ર અફસોસ છે કે તે અહીં નથી.' તેમણે પોતાને ડેલાવેયરનો પુત્ર ગણાવતાં રાજ્યની જનતાને સાર્વજનિક સેવામાં પોતાના દાયકા લાંબા કેરિયર માટે ધન્યવાદ કર્યા.


જો બાઇડેન (Joe Biden) ના આજે થનાર શપથ ગ્રહણ સમારોહનું સીધું પ્રસારણ અમેરિકાના તમામ ટીવી નેટવર્ક પર કરવામાં આવશે. આ ઉપરાંત https://bideninaugural.org/watch/ પર જઇને અથવા પછી અમેઝોન પ્રાઇમ પર તેને જોઇ શકાશે. 78 વર્ષીય બાઇડેન પોતાના પરિવારની 127 વર્ષ જૂની બાઇબલ સાથે શપથ લેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube