India-Canada Tension: આ મહિનાની શરૂઆતમાં જી20 શિખર સંમેલન દરમિયાન ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર હત્યામાં ભારત સામેલ હોવાના કેનેડાના દાવા પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત અન્ય નેતાઓએ ભારતીય પીએમ નરેન્દ્ર મોદી સામે ચિંતા વ્યક્ત કરી હતી. ફાઈનાન્શિયલ ટાઈમ્સના એક રિપોર્ટમાં આ દાવો કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિખ સંમેલનમાં ચર્ચાથી પરિચિત ત્રણ લોકોનો હવાલો આપતા રિપોર્ટમાં કહ્યું કે ફાઈવ આઈઝના અનેક સભ્યો (એક ઈન્ટેલિજન્સ શેરિંગ ગઠબંધન જેમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ સામેલ છે) એ પીએમ મોદી સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો. રિપોર્ટમાં કહેવાયું છે કે 'બાઈડેનને મહેસૂસ થયું કે આ મુદ્દોને સીધી રીતે પોતાના ભારતીય સમકક્ષ સામે ઉઠાવવું મહત્વપૂર્ણ છે.'


રિપોર્ટમાં દાવો કરાયો છે કે કેનેડા દ્વારા પોતાના સહયોગીઓને મામલાને સીધો પીએમ મોદી સામે ઉઠાવવાનો આગ્રહ કરાયા બાદ નેતાઓએ જી20 શિખર સંમેલનમાં હસ્તક્ષેપ કર્યો, સ્થિતિથી પરિચિત બે લોકોએ કહ્યું કે કેનેડાએ તેમને અંગત સ્તર પર દાવાઓનો ઉલ્લેખ કરવા માટે કહ્યું હતું. 


છેલ્લે મળતી માહિતી મુજબ ન તો વ્હાઈટ હાઉસે આ રિપોર્ટની સત્યતાની પુષ્ટિ કરી છે કે ન તો ભારત તરફથી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે આ મામલો શિખર સંમેલન દરમિયાન ઉઠાવવામાં આવ્યો હતો કે કેમ. 


ખાસ કરીને આ સપ્તાહની શરૂઆતમાં પ્રકાશિત વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટમાં કહેવાયું હતું કે કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ અમેરિકા સહિત પોતાના નજીકના સહયોગીઓને શીખ અલગાવવાધી નેતાની હત્યાની જાહેરમાં ટીકા કરવાનું કહ્યું હતું પરંતુ ભલામણોને ફગાવી દેવાઈ હતી. રિપોર્ટમાં જી20 શિખર સંમેલનનો ઉલ્લેખ કરાયો નહીં અને એ પણ ન જણાવાયું કે શું આ એ જ સ્થળ હતું કે જ્યાં અમેરિકાને આરોપોથી અવગત કરાયું હતું.  


ટ્રુડો અને જી20
રસપ્રદ વાત એ છે કે નવી દિલ્હીમાં જી20 શિખર સંલમેન જ એ સ્થળ હતું જ્યાં ટ્રુડો સાથે મોદી સરકારે નીરસ કહી શકાય તેવો વ્યવહાર કર્યો હતો. કેનેડામાં ચાલી રહેલા અલગાવવાદી આંદોલન પ્રત્યે ટ્રુડોના રસના કારણે મોદી સરકારે છેલ્લા કેટલાક વર્ષોથી તેમની લિબરલ સરકારથી અંતર જાળવી રાખ્યું છે. 


ટ્રુડોના પ્રવાસ દરમિાયન બહુ ઓછું મીડિયા કવરેજ મળ્યું અને તેઓ ફક્ત શિખર સંમેલનના છેલ્લા દિવસે પોતાના સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાર્તા કરવામાં સફળ રહ્યાં જ્યાં તેમને સન્માનિત કરાયા. ત્યાબાદ તેઓ 36 કલાક સુધી રાજધાનીમાં ફસાયેલા રહ્યા. કારણ કે તેમના વિમાનમાં ટેક્નિકલ ખામી આવી ગઈ હતી. 


ટ્રુડોએ શું કહ્યું
કેનેડા પહોંચ્યા પછી ટ્રુડોએ રાજનયિક ગતિરોધને ત્યારે વધાર્યો જ્યારે તેમણે ઈમરજન્સી સંસદ સત્રમાં ભારત વિરુદ્ધ સનસનીખેજ આરોપ લગાવ્યો. ટ્રુડોએ હાઉસ ઓફ  કોમેન્સમાં આપેલા નિવેદનમાં કહ્યું કે કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારત સરકારના એજન્ટો અને એક કેનેડિયન નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યા વચ્ચે સંબંધિત સંબંધના વિશ્વસનીય આરોપો પર સક્રિય રીતે કામ કરી રહી છે. જો કે ભારતે મંગળવારે તે આરોપોને પાયાવિહોણા અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધા હતા. 


અત્રે જણાવવાનું કે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની બ્રિટિશ કોલમ્બિયાના સરેમાં એક શીખ સાંસ્કૃતિ કેન્દ્રની બહાર 18 જૂનના રોજ ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube