H-1B વીઝાની સીમા વધારી શકે છે બાઇડેન, ભારતીય વેપારીઓને થશે ફાયદો
અમેરિકાના નિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડેન એચ-1 બી સહિત અન્ય હાઇ સ્કીલ વીઝા સીમા વધારી શકે છે. આ ઉપરાંત તે વિભિન્ન દેશો માટે રોજગાર આધારિત વીઝાને કોટાને સમાપ્ત કરી શકે છે.
વોશિંગટન: અમેરિકાના નિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડેન એચ-1 બી સહિત અન્ય હાઇ સ્કીલ વીઝા સીમા વધારી શકે છે. આ ઉપરાંત તે વિભિન્ન દેશો માટે રોજગાર આધારિત વીઝાને કોટાને સમાપ્ત કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ બંને જ પગલાં હજારો ભારતીય ધંધાદારીને ફાયદો થશે.
ડોનાલ્ડ ટ્રમ્પ વહિવટીતંત્રની કેટલીક નીતિઓથી ભારતીય ધંધાદારીઓ પર ખરાબ અસર પડી હતી. કમલા હૈરિસ અમેરિકાની નવી ઉપરાષ્ટ્રપતિ હશે. માનવામાં આવી રહ્યું છે કે બાઇડેન એચ-બી વીઝાધારકોના જીવનસાથી માટે વર્ક વીઝા પરમિટને રદ કરીને ટ્રમ્પ વહિવટીતંત્રના નિર્ણયને પણ પલટી શકે છે.
ટ્રમ્પ વહિવટીતંત્રના આ નિર્ણયથી અમેરિકામાં વસવાટ કરતા ભારતીય પરિવાર પ્રભાવિત થયા છે. બાઇડેન વહિવટીતંત્રની યોજનાઅ એક મુખ્ય ઇમિગ્રેશન રિફોર્મ પર કામ કરવાની છે. પ્રશાસન એકસાથે અથવા ટુકડાઓમાં આ સુધારાઓ લાગૂ કરી શકે છે.
બાઇડેન અભિયાન દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે 'હાઇ સ્કીલના અસ્થાયીના ઉપયોગ પહેલાંથી અમેરિકામાં વિભિન્ન પદો પર કામ કરવા માટે હાજર ધંધાદારીઓની નિયુક્તિને હતોત્સાહિત કરવા માટે ન કરવામાં આવે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube