વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ઔપચારિક રૂપથી મંગળવારે ફરીથી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી. તેના દ્વારા વર્તમાન રાષ્ટ્રપતિએ ફરી સ્પષ્ટ કરી દીધુ ચે કે 2024માં ફરી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડશે. જો બાઇડેને અમેરિકી લોકોને કહ્યું કે તેમણે જે શરૂ કર્યું છે તેને ખતમ કરવા માટે વધુ ચાર વર્ષનો સમય આપવામાં આવે. તેમણે એક વીડિયો ટ્વીટ કરી તેની જાહેરાત કરી છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ અને સૌથી ઉંચા પદની અશ્વેત મહિલા કમલા હેરિસે તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ જો બાઇડેને પોતાના પૂર્વવર્તી ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવાના ત્રણ વર્ષ કરતા ઓછા સમયમાં એકવાર ફરી અમેરિકાના સર્વોચ્ચ પદ માટે પોતાની દાવેદારીની જાહેરાત કરી છે. તેમણે લોકતંત્ર બચાવવા માટે અમેરિકી જનતાને ફરી તેમને ચૂંટવાનું આહ્વાન કરતા પોતાની દાવેદારીની શરૂઆત કરી છે. ડેમોક્રેટ બાઇડેન (80) એ એક પ્રચાર વીડિયોમાં આ જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ બાઇડેન લાંબા સમયથી રાજનીતિમાં સક્રિય છે. પરંતુ તેમની ઉમેદવારી ચોંકાવનારી છે, કારણ કે તેમના ખરાબ સ્વાસ્થ્યના સમાચાર સતત આવતા રહે છે. આ સાથે બેઠકમાં સુઈ જવું અને વસ્તુને ભૂલી જવી પણ તેમની સમસ્યા છે. 


આ પણ વાંચોઃ અનોખો દેશ જ્યાં એક પણ મચ્છર નથી, કારણ જાણીને તમે પણ ચોંકી જશો


શું હોઈ શકે છે મુદ્દા
2020માં યોજાયેલી ચૂંટણી દરમિયાન દુનિયાભરમાં કોરોના ફેલાયો હતો. ચાર વર્ષ બાદ પણ દેશ હજુ મહામારીનો સામનો કરી રહ્યો છે, જેના કારણે અમેરિકામાં 11 લાખથી વધુ લોકોના મોત થયા છે. ફુગાવો પણ ટોંચથી પરત આવી ચુક્યો છે. પરંતુ મોંઘવારી હજુ પણ ગ્રાહકો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. સામૂહિક ગોળીબારી અને ખરાબ જળવાયુને કારણે થનારી આપદા અમેરિકામાં મોટા મુદ્દા હોઈ શકે છે. આ સાથે વિપક્ષી રિપબ્લિકન પાર્ટી સતત યુક્રેનને આપવામાં આવી રહેલા ફન્ડિંગનો મુદ્દો ઉઠાવી રહી છે. 


અમેરિકાના આત્માની લડાઈ
અમેરિકી રાષ્ટ્રપતિ તરીકેની તેમની અત્યાર સુધીની સિદ્ધિઓની વાત કરીએ તો, કોરોનાની એક મોટી રસીકરણ ઝુંબેશ, આરોગ્ય અને આબોહવા પર તેમની નીતિગત સિદ્ધિઓ અને યુએસ સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અશ્વેત મહિલા જસ્ટિસ કેતનજી બ્રાઉન જેક્સનની નિમણૂક મુખ્ય છે. પોતાના કેમ્પેન વીડિયોમાં જો બાઇડેને 'મેક અમેરિકા ક્રિએટ અગેન' સાથે સંકળાયેલા ઉગ્રવાદીઓને ટેકો આપવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી હતી. તેણે 2021માં કેપિટોલ હિલ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે 2020ની જેમ તે ફરી એકવાર અમેરિકાની આત્મા માટે લડી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube