વોશિંગટનઃ યુક્રેન પર હુમલા બાદથી અમેરિકા અને તેના સહયોગી દેશોએ રશિયા, તેના અધિકારીઓ, બિઝનેસમેન, બેન્ક અને ઇકેનોમિક સેક્ટર પર તમામ પ્રકારના પ્રતિબંધોની જાહેરાત કરી છે. હવે તેને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને મોટુ નિવેદન આપ્યું છે. બાઇડેને કહ્યુ કે યુક્રેનને લઈને રશિયા પર લગાવવામાં આવી રહેલાં પ્રતિબંધોનો એકમાત્ર વિકલ્પ 'ત્રીજુ વિશ્વ યુદ્ધ'ની શરૂઆત હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાઇડેને એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે, માત્ર વિકલ્પ છે, રશિયાની સાથે યુદ્ધ લડવામાં આવે અને ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત કરવામાં આવે. અથવા બીજો વિકલ્પ છે કે તે નક્કી કરવામાં આવે કે જે દેશ આંતરરાષ્ટ્રીય કાયદાથી વિપરીત કામ કરે, તેને આમ કરવા માટે એક કિંમત ચુકવવી પડે. બાિડેને કહ્યુ કે, એવી કોઈ જાહેરાત ન કરવામાં આવી જે તત્કાલ હોય. મને લાગે છે કે આર્થિક અને રાજદ્વારી પ્રતિબંધ ઈતિહાસમાં સૌથી વ્યાપક પ્રતિબંધ છે. 


રશિયા પર લગાવવામાં આવ્યા તમામ પ્રતિબંધ
યુક્રેન હુમલા બાદ અમેરિકા, બ્રિટન અને યુરોપીયન યુનિયને રશિયા પર તમામ પ્રકારના પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી છે. અમેરિકા, બ્રિટન અને યુરોપીયન યુનિયને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને આર્મી ચીફની સંપત્તિઓ જપ્ત કરવાની જાહેરાત કરી છે. 


આ પણ વાંચોઃ યુક્રેનની સેનાનો દાવોઃ રશિયાને ભારે નુકસાન, 14 વિમાન, 8 હેલીકોપ્ટર અને 102 ટેન્ક તબાહ


અમેરિકી વિદેશ મંત્રીએ શુક્રવારે કહ્યુ હતુ કે યુક્રેન પર હુમલો કરવાના અવેજમાં રશિયાએ તેનું પરિણામ ભોગવવું પડશે. કારણ કે રશિયાના બિનજરૂરી હુમલાને કારણે યુક્રેનના લોકો સંકટનો સામનો કરી રહ્યાં છે. તેની રશિયન સરકારે એક ગંભીર આર્થિક અને રાજદ્વારી કિંમત ચુકવવી પડશે. 


કિવથી 30 કિલોમીટર દૂર છે રશિયન સેના
તો એક અમેરિકી રક્ષા અધિકારીએ જણાવ્યું કે રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવથી 30 કિલોમીટર દૂર છે. પરંતુ અધિકારીએ તે ન જણાવ્યું કે કેટલા રશિયન સૈનિક યુક્રેનમાં દાખલ થયા છે. પરંતુ અમેરિકાનું અનુમાન છે કે યુક્રેનની સરહદની પાસે રશિયાના આશરે 1.5 લાખ સૈનિક ભેગા થયા છે. બ્રિટનના રક્ષા મંત્રાલયે કહ્યું કે યુક્રેનની રાજધાની તરફ આગળ વધી રહેલી રશિયન સેનાની ગતિ અસ્થાયી રૂપે ધીમી થઈ ગઈ છે. તેનું કારણ સૈન્ય મુશ્કેલી અને યુક્રેનની મજબૂત જવાબી કાર્યવાહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube