રશિયાને વધુ એક આંચકો આપવા માટે બાઇડને તૈયાર કરી રણનીતિ, `કંગાળ` થઇ જશે પુતિન સરકાર!
અમેરિકાએ રશિયા સામે એવી રણનીતિ તૈયાર કરી છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો. આ વ્યૂહરચના હેઠળ પુતિન સરકાર ચોક્કસપણે ગરીબીના માર્ગે પહોંચશે. યુક્રેનનું સમર્થન કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને નક્કી કર્યું છે કે તેઓ આ યુદ્ધમાં રશિયાને દરેક સ્તરે જડબાતોડ જવાબ આપશે.
વોશિંગ્ટનઃ અમેરિકાએ રશિયા સામે એવી રણનીતિ તૈયાર કરી છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો. આ વ્યૂહરચના હેઠળ પુતિન સરકાર ચોક્કસપણે ગરીબીના માર્ગે પહોંચશે. યુક્રેનનું સમર્થન કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને નક્કી કર્યું છે કે તેઓ આ યુદ્ધમાં રશિયાને દરેક સ્તરે જડબાતોડ જવાબ આપશે, જેથી તેઓ ફરીથી ઊભા થવાની હિંમત પણ ના કરી શકે. જો કે, આ પહેલા પણ અમેરિકા તરફથી રશિયાને ઘણી વખત ધમકી આપવામાં આવી છે, પરંતુ તે તેની હરકતોથી બાજ આવી રહ્યું નથી. આ વખતે અમેરિકાએ નક્કી કર્યું છે કે તે રશિયાને આર્થિક રીતે કંગાળ બનાવી દેશે. આ જ કારણ છે કે યુએસ ટૂંક સમયમાં રશિયન તેલની આયાત પર પ્રતિબંધ લાદી શકે છે.
યુક્રેન પર કસશે સકંજો
યુક્રેન પર રશિયાના આક્રમણના જવાબમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને રશિયન તેલની આયાત પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે. સૂત્રોએ આ માહિતી આપી છે. રશિયન હુમલાના પગલે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ વારંવાર યુએસ અને પશ્ચિમી દેશોને રશિયન આયાતમાં કાપ મૂકવાની વિનંતી કરી છે, જેના પછી યુએસ આ પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે.
આ દિવસે લાગી શકે છે રશિયન તેલના આયાત પર પ્રતિબંધ
રશિયાના નાણાકીય ક્ષેત્રો પર કડક પ્રતિબંધો હોવા છતાં, ઉર્જા નિકાસ દ્વારા રશિયાનો રોકડ પ્રવાહ ચાલુ રહે છે. સૂત્રોએ જણાવ્યું કે બિડેન મંગળવારે જ રશિયન તેલની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે યુરોપીયન દેશો ઊર્જા પુરવઠા માટે મોટાભાગે રશિયા પર નિર્ભર છે. યુરોપ તેના કુદરતી ગેસના વપરાશનો ત્રીજા ભાગનો ભાગ રશિયા પાસેથી મેળવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube