Israel Hamas War Latest News: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 11 દિવસથી યુદ્ધ ચાલુ છે. એક બાજુ હમાસ ખુલ્લો પડકાર ફેંકી રહ્યું છે અને બીજી બાજુ ઈઝરાયેલે પણ સ્પષ્ટ કરી દીધુ છે કે હમાસનો ખાતમો ન થાય ત્યાં  સુધી જંગ ચાલુ રહેશે. આ બધા વચ્ચે લાખોની સંખ્યામાં પેલેસ્ટાઈનના શરણાર્થીઓને લઈને વૈશ્વિક સ્તર પર ચિંતા વધી ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન કેટલાક ખાસ દેશોનો પ્રવાસ કરવાના છે જેમાં ઈઝરાયેલ અને જોર્ડન પણ સામેલ છે. જ્યાં એક બાજુ ઈરાન પણ ધમકી આપી રહ્યું છે ત્યાં હિજબુલ્લાહએ પણ મોરચો ખોલી નાખ્યો છે. પણ ઈઝરાયેલે સ્પષ્ટ કરી દીધુ છે કે આ વખતની જંગ આર યા પારની રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે લેબનોન તરફ નિશાન
ઈઝરાયેલની સેનાના જણાવ્યાં મુજબ લેબનોનની સરહદ પર હિજબુલ્લાહના આતંકીઓએ આઈડીએફની ટેંકો અને ચોકીઓ પર ફાયરિંગ કર્યું. આ સાથે જ રોકેટથી પણ એટેક કર્યો. આ હુમલો થતા જ રાજધાની તેલ અવીવ સહિત આજુબાજુના વિસ્તારોમાં સાઈરનો વાગી ઉઠી. ત્યારબાદ ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સે પોતાની તોપોનું મોઢું લેબનોન તરફ ખોલ્યું અને જે જગ્યાએથી રોકેટ આવ્યા હતાં ત્યાં ગોળા વરસાવવામાં આવ્યા. આ બધા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પણ પીએમ નેતન્યાહૂ સાથે વાતચીત કરીને મામલાનો ઉકેલ લાવવા પર ભાર મૂક્યો. જો કે સૌથી મોટો સવાલ એ છે કે શું હમાસ અને હિજબુલ્લાહ પણ આતંકી ઘટનાઓ અટકાવશે? 


હિજબુલ્લાહનો દાવો
હિજબુલ્લાહનું કહેવું છે કે તેણે ઈઝરાયેલના ઉત્તર સરહદી શહેર શુટુલામાં તેના સૈન્ય ઠેકાણાઓ પર ગોળાબારી કરી. સંગઠને પોતાના એક નિવેદનમાં કહ્યું કે આ હુમલો ઈઝરાયેલના ગોળાબારીના બદલામાં થયો હતો. જેમાં શુક્રવારે રોયટર્સના વીડિયોગ્રાફર ઈસ્સામ અબ્દુલ્લા અને શનિવારે બે લેબનાની નાગરિકોના મોત થયા હતા. જ્યારે ઈઝરાયેલી સેનાએ  કહ્યું કે ઈઝરાયેલે એત અલ શાબ શહેરની બહારના વિસ્તારોને નિશાન બનાવીને જવાબ આપ્યો છે.