વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને મંગળવારે રશિયાને ચેતવણી આપી કે જો તેણે યૂક્રેનમાં દાખલ થવાનો પ્રયાસ કર્યો તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યુ- મેં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પહેલાં જ સ્પષ્ટ કરી દીધુ હતુ કે રશિયા જો યૂક્રેનમાં પ્રવેશ કરવાનો નિર્ણય લે છે તો ખુબ ગંભીર પરિણામ ભોગવવા પડશે, જેમાં આકરા આર્થિક પ્રતિબંધો પણ સામેલ ચે. એટલું જ નહીં મેં પૂર્વી ક્ષેત્ર (પોલેન્ડ, રોમાનિયા વગેરે) માં અમેરિકાસેના અને નાટોની હાજરી વધારવામાં પણ સંકોચ કરીશ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ યૂક્રેનમાં પોતાના સૈનિક નહીં મોકલે અમેરિકા
મંગળવારે સવારે બાઇડેને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યું- રશિયા દળોની તૈનાતીમાં કોઈ ફેરફાર થયો નથી. બેલારૂસની સરહદ પર હજુ રશિયન સૈનિક હાજર છે. બાઇડેને સ્પષ્ટ કર્યુ કે અમેરિકાની યૂક્રેનમાં પોતાના સૈનિકો કે નાટો દળ મોકલવાની કોઈ યોજના નથી. તેમણે ભાર આવતા કહ્યું- પરંતુ હું પહેલાં કહી ચુક્યો છું કે જો રશિયાની સેના યૂક્રેનમાં દાખલ થાય છે તો તેના ગંભીર આર્થિક પરિણામ હશે. 


આ પણ વાંચોઃ PM જોનસને કોવિડ-19 પ્રોટોકોલ તોડીને મનાવી બર્થડે પાર્ટી, પુરાવા મળ્યા બાદ હવે પોલીસ કરશે તપાસ


અમેરિકાની સરહદ પર આક્રમક કાર્યવાહીનો દાવો
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ સંવાદદાતાઓને જણાવ્યુ કે, સરહદ પર એક લાખ રશિયન સૈનિક હાજર છે, જે યુદ્ધ ભડકાવનારી નિવેદનબાદી અને કાર્યવાહી દ્વારા દુનિયાભરમાં દુષ્પ્રચાર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, જેથી યૂક્રેન પર હુમલાની પૃષ્ટભૂમિ તૈયાર થઈ શકે. સાકીએ કહ્યુ- અમે કૂટનીતિક પ્રયાસોને પ્રાથમિકતા આપીશું, પરંતુ અમે તે નથી જાણતા કે રાષ્ટ્રપતિ પુતિનના મજગમાં શું ચાલી રહ્યું છે. અમે સરહદ પર આક્રમક કાર્યવાહી અને તૈયારીઓ જોઈ છે. 


તણાવ ઓછો કરવા પર આપ્યો ભાર
સાકીએ ક્ષેત્રમાં તણાવ ઘટાડવાના કોઈ પ્રયાસનું સ્વાગત કર્યુ છે. તેણે કહ્યું- અમે યૂક્રેન સંકેટને લઈને પોતાના ઘણા સહયોગીઓ અને ભાગીદારોના સંપર્કમાં છીએ. પરંતુ મારી પાસે ભારતીય અધિકારીઓ સાથે ચર્ચા પર સ્પષ્ટ રૂપથી જણાવવા માટે કંઈ નથી. અમે ક્ષેત્રમાં તણાવ ઘટાડવાના દરેક પ્રયાસનું સ્વાગત કરીએ છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube