કેપટાઉનઃ World's Oldest Woman: દુનિયામાં સૌથી લાંબા સમય સુધી જીવિત રહેનારી મહિલાનું નિધન થઈ ગયું છે. દક્ષિણ આફ્રિકામાં રહેતા જોહાના માઝિબુકો (Johanna Mazibuko) 128 વર્ષના હતા. તેમનો જન્મ 1894માં થયો હતો. 2023ના મે મહિનામાં તેઓ 129 વર્ષના થઈ ગયા હોત. તેમણે પોતાના જીવન દરમિયાન ત્રણ સદી જોઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 બાળકોના માતા હતા જોહાના
ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે જોહાના મોઝિબુકોએ 3 માર્ચના દક્ષિણ આફ્રિકામાં અંતિમ શ્વાસ લીધા છે. તેમનું લાંબુ જીવન ત્રણ દેશોમાં પસાર થયું. તેમના પતિનું નામ સ્ટવાના માઝિબુકો હતા. તેમને 7 સંતાનો હતા. તેમના 50 થી વધુ પૌત્રો અને પૌત્રી છે. એક ઈન્ટરવ્યુમાં જોહાન્નાએ જણાવ્યું કે તેના સહિત 12 ભાઈ-બહેન હતા. જેમાંથી 3 હજુ જીવિત છે. તેની ઉંમર પણ ઘણી વધી ગઈ છે. જોહાન્નાના સંબંધીઓના જણાવ્યા અનુસાર, જોહાન્નાએ ક્યારેય અભ્યાસ કર્યો નથી. તે ખેતરોમાં કામ કરતી હતી.


25 વર્ષ સુધી પતિના ઘરમાં કામ કરવા બદલ મળશે કરોડો રૂપિયા, સ્પેનની કોર્ટનો નિર્ણય


કહેતા હતા- હું અત્યાર સુધી જીવિત કેમ, ક્યારે મોત આવશે
જોહાનાની વધતી ઉંમર તેમના માટે મુશ્કેલીનું કારણ બની ગઈ હતી. 2022માં તેમણે ખુબ કહ્યું હતું- હું અત્યાર સુધી જીવિત કેમ છું? મારા સાથીઓનું પહેલાં જ મોત થઈ ગયું છે. હું ક્યારે મરીશ? હું એક જગ્યાએ બેસીને થાકી ગઈ છું. મારા શરીરમાં જડતા આવી ગઈ છે. હું ચાલી શકતી નથી. મને નીંદર પણ આવતી નથી. આમ અત્યાર સુધી જીવતા રહેવાનો શું અર્થ છે?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube