કોરોના વાયરસ પર મજાક પડી ભારે, મુશ્કેલીમાં ભારતીય મૂળના બે આફ્રિકી નાગરિક
કોરોના વાયરસ પર મજાકને કારણે ભારતીય મૂળના બે દક્ષિણ આફ્રિકી નાગરિક મુશ્કેલીમાં મુકાયા છે. પહેલો મામલો ભારતથી ડરબન પરત ફરેલી 55 વર્ષીય એક મહિલાનો છે, જેણે દાવો કર્યો કે તેને કોરોનાનો ચેપ છે.
જોહનિસબર્ગઃ ચીનમાં મહામારી બની ચુકેલા કોરોના વાયરસનો કહેર હવે વિશ્વમાં જોવા મળી રહ્યો છે. 100થી વધુ દેશોમાં ફલાયેલા આ વાયરસથી મૃતકોની સંખ્યા ચાર હજારને પાર પહોંચી ગઈ છે, તો 110,000થી વધુ લોકો તેનાથી ચેપી છે. કોરોનાને લઈને મચેલા હાહાકાર વચ્ચે બે નાગરિકની આ ગંભીર વાયરસને લઈને મજાક કરવી તેના માટે મુશ્કેલી બની ગઈ છે. બંન્ને નાગરિકો સંકટમાં ફસાયા છે.
મુશ્કેલીમાં ફસાયા બે નાગરિક
કોરોના વાયરસ પર મજાકને કારણે ભારતીય મૂળના બે દક્ષિણ આફ્રિકી નાગરિક મુશ્કેલીમાં મુકાયા છે. પહેલો મામલો ભારતથી ડરબન પરત ફરેલી 55 વર્ષીય એક મહિલાનો છે, જેણે દાવો કર્યો કે તેને કોરોનાનો ચેપ છે. તેને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી. જ્યારે જાણવા મળ્યું કે તે મહિલાને કોઈ ચેપ નથી, તો તેણે કહ્યું કે, તે મજાક કરી રહી હતી. બાદમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, છેતરપિંડીના એક મામલામાં ધરપકડથી બચવા માટે મહિલાએ આમ કર્યું હતું. હવે મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે.
કોરોના પર મજાકને કારણે જેલ પહોંચી મહિલા
વધુ એક મામલામાં અધિકારીઓને એક મોંઘી સ્પોર્ટ્સ કારની માલિકની શોધ છે, જેના વિશે માનવામાં આવી રહ્યું છે કે તે ભારતીય મૂળનો છે. હકીકતમાં ચાર અલગ અલગ લોકોએ કહ્યું કે, જે કાર ચલાવી રહ્યો હતો તેની નંબર પ્લેટ પર 'કોવિડ19-ઝેડએન' લખ્યું હતું. આ નંબર પ્લેટને લઈને સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચા થી રહી હતી. પોલીસ કાર અને તેના માલિકને શોધી રહી છે.
કોરોના વાઈરસની દહેશત: એક અફવાના કારણે ઈરાનમાં 27 લોકોએ જીવ ગુમાવ્યાં
કારની નંબર પ્લેટમાં લખ્યું હતું કોવિડ19, વધી મુશ્કેલી
કોરોનાનો કહેર વિશ્વના અલગ-અલગ દેશોમાં જોવા મળી રહ્યો છે. કેનાડામાં વાયરસને કારણે એક મોત થયું છે. પશ્ચિમી પ્રાંત બ્રિટિશ કોલંબિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી આપી છે. કેનેડામાં અત્યાર સુધી કોરોના વાયરસના 70 મામલા સામે આવી ચુક્યા છે, જેમાંથી લગભગ તમામ બ્રિટિશ કોલંબિયા કે ઓન્ટારિયોમાં રહેનાર છે. ઇટાલીમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 7900 મામલા સામે આવ્યા છે. ઇટાલીમાં મૃત્યુ પામનારની સંખ્યા 463 થઈ ગઈ છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube